લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી ખાઈ જતા 13 મજુરોના ઘટના સ્થળે જ મોત, ૩ મજુરો ઘાયલ

દેશમાં અવારનવાર ભયાનક અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે.આ અકસ્માતને રોકવા માટે દેશની સરકારે ઘણા કાયદા કાનુન બનવાયા છે.પરંતુ અકસ્માત ઘટવાને બદલે અકસ્માતમાં સતત વધારો…

દેશમાં અવારનવાર ભયાનક અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે.આ અકસ્માતને રોકવા માટે દેશની સરકારે ઘણા કાયદા કાનુન બનવાયા છે.પરંતુ અકસ્માત ઘટવાને બદલે અકસ્માતમાં સતત વધારો થતો જોવા મળે છે.અકસ્માતને કારણે દેશમાં લાખો લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે અને સાથે સાથે પોતાના પરિવારના સભ્યોને પણ ખોતા હોય છે.તેવો જ એક અકસ્માતનો કિસ્સો મહારાષ્ટ્રનો સામે આવ્યો છે.

મહારાષ્ટ્રના બુલઢાંણામાં લોખંડની પટ્ટીઓથી ભરેલી ટ્રક પલટીખાઈ જતાં 13 લોકોના મોત થયા છે. બુલઢાંણાના સિંધખેડાજા ખાતે શુક્રવારે બપોરે 2 વાગ્યે ટ્રક પલટી ખાઈ ગઈ ત્યારે તેમાં કુલ 16 લોકો સવાર હતા. આ ઘટનામાં બચી ગયેલા ત્રણમાંથી બે લોકોને જાલાના જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમની હાલત નાજુક છે. જે હાઇવે પર આ ભયાનક અકસ્માત થયો હતો તે હાઈવેનું નામ હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે સમૃદ્ધિ હાઇવે છે.

પોલીસના જણાવ્યા અનુસાર, હાઈવેના તાડેગાંવ-દાસરબીડ વિભાગમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ઝડપથી ચાલી રહી હતી અને ભાર પણ ખૂબ વધારે હતી. તેથી તે અનિયંત્રિત રીતે વળી ગઈ. ટ્રક પલટી ખાઈ ગયા બાદ, 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બાકીના લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. તમામ મૃતકો મજુરો ઉત્તરપ્રદેશ અને બિહારના રહેવાસી હતા, જેઓ પોતાના ભારણ પોષણ માટે મહારાષ્ટ્ર આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા 5 લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા.

કિંગોન રાજા પોલીસ સ્ટેશનના એસએચઓ સોમનાથ પવારના જણાવ્યા મુજબ, ટ્રક સળિયા લઈને તાડેગાંવમાં રોડ બાંધકામ સ્થળે જઈ રહી હતી. તેના પર ભરેલા સળિયાઓનો ઉપયોગ સમૃદ્ધિ હાઇવે પર બનાવાતા પુલમાં થાય છે. મૃતકોના નામની હજુ સુધી જાણી શકાયા નથી. કાટમાળને હટાવવા માટે જેસીબી મશીન મંગાવવામાં આવ્યું હતું, ત્યાર પછી જ કાટમાળ નીચે દટાયેલા લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *