ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

લાખોમાં વેચાઈ રહી છે આ બકરી, લોકો ખરીદવા કરી રહ્યા છે પડાપડી- જાણો એવું તો શું છે આ બકરીમાં?

દેશમાં ઈદનો સમય છે. આ સમય દરમિયાન મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં એક એવિ બકરી પણ છે, જેની કિંમત રૂ. 1.5 લાખ થઈ ગઈ છે. એટલું જ નહીં, આ બકરી ઘણાં કારણોસર ચર્ચામાં છે. આ દિવસોમાં બકરી લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.

સાંગલી જિલ્લાના પેડ ગામનો આ કિસ્સો છે. જ્યાં સુરેશ શેંડજે નામના વ્યક્તિએ બકરી ઉછેર કરી છે. આ બકરીની વિશેષતા એ છે કે આ બકરીના કપાળ પર કુદરતી રીતે ચંદ્રની રચના થાય છે. જેના કારણે ખરીદદારોએ બકરીનો ભાવ 1.5 લાખ રૂપિયા લગાવી દીધો છે.

હાજી જબ્બર રહીમપુરે કહે છે કે એવું માનવામાં આવે છે કે જો બકરીની ઈદ પર બકરીની બલિ આપવામાં આવે તો તે ખૂબ જ સારો માનવામાં આવે છે. વળી, જો આવા ચંદ્રનો આકાર તેના શરીર પર હોય, તો અલ્લાહ બલિદાન સ્વીકારે છે. આ માન્યતાને કારણે, આવા બકરીઓની કિંમત સામાન્ય બકરા કરતા વધુ લેવામાં આવે છે.

આ માન્યતાના આધારે બકરીના માલિક સુરેશ શંડગે કહે છે કે લોકો આ બકરી માટે દોઢ લાખની કિંમત ચૂકવવા તૈયાર થઈ ગયા છે. કપાળ પર ચંદ્રના આકારને કારણે, આ બકરીનો ભાવ સામાન્ય બકરા કરતા અનેકગણો વધી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP