મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારની આજે બપોરે 2 વાગે થશે ખરેખરી પરીક્ષા, કોંગ્રેસે કરી એવી માંગ કે….

Published on Trishul News at 1:25 PM, Sat, 30 November 2019

Last modified on November 30th, 2019 at 1:25 PM

આ અગાઉ ગુરુવારે શિવાજી પાર્ક, મુંબઇ ખાતે યોજાયેલા ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપીના ‘મહા વિકાસ આગાદી’ ના નેતા તરીકે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.આ સાથે જ દેશની આર્થિક રાજધાનીમાં ઠાકરે સરકારની શરૂઆત થઈ. આ પહેલીવાર છે કે, ઠાકરે પરિવારના કોઈ સભ્ય મુખ્યમંત્રી પદ સંભાળી રહ્યા હોય.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારની આજે પહેલી પરીક્ષા છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી ત્રણેય પક્ષોની ગઠબંધન સરકાર આજે બપોરે 2 વાગ્યે વિધાનસભામાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કરશે. જે દરમ્યાન શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સરકાર પોતાની બહુમતિ સાબિત કરશે. જે બાદે રવિવારે સ્પીકરની ચૂંટણી યોજાશે, જ્યારે સોમવારે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી ગૃહને સંબોધિત કરશે. ઉદ્ધવ ઠાકરેને પહેલા ગર્વનરે 3 ડિસેમ્બર સુધી બહુમતી સાબિત કરવાનો સમય આપ્યો હતો પણ મુખ્યપ્રધાન પદના શપથ લીધા પછી ઠાકરે ઝડપી જ બહુમત સાબિત કરવા ઈચ્છે છે.

જો કે બહુમતી પરીક્ષણ પહેલાં કોંગ્રેસે વિઘ્ન ઊભું કર્યું છે. કોંગ્રેસે ઉદ્ધવ ઠાકરે સરકારમાં ડેપ્યુટી સીએમની માગ કરી છે. કોંગ્રેસ ઈચ્છે છે કે, રાજ્યમાં એનસીપીની સાથે તેમની પાર્ટીનો પણ એક ડેપ્યુટી સીએમ હોય. મળતી માહિતી મુજબ, ડેપ્યુટી સીએમ અને સ્પીકરને લઈને કોંગ્રેસ અને એનસીપીમાં ખેંચતાણ છે. કોંગ્રેસ-એનસીપી બંને પક્ષો સ્પીકરનું પદ છોડવા નથી માગતા.

કોંગ્રેસે એનસીપીની સામે સ્પીકરનું પદ છોડીને બે ડેપ્યુટી સીએમના પદ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો કે સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ એનસીપીને આ પ્રસ્તાવ મંજૂર નથી. ઉદ્ધવ સરકારને મહારાષ્ટ્રની કુલ 288 વિધાનસભા સીટમાંથી બહુમતી માટે 145 સીટની જરૂર છે. મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં શિવસેનાના 56, એનસીપીના 54 અને કોંગ્રેસના 44 ધારાસભ્યો છે. શિવસેના કેટલાંક અપક્ષ અને નાના પક્ષના ધારાસભ્યોના સમર્થનનો પણ દાવો કરી રહી છે. એનસીપીના વરિષ્ઠ નેતા દિલીપ વાલ્સે પાટિલ પ્રોટેમ સ્પીકર હશે. જેઓ આજે વિશેષ સત્રમાં અધ્યક્ષપદે રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારની આજે બપોરે 2 વાગે થશે ખરેખરી પરીક્ષા, કોંગ્રેસે કરી એવી માંગ કે…."

Leave a comment

Your email address will not be published.


*