મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિથી સર્જાયેલ તારાજીમાં અસરગ્રસ્તોની મદદે આવ્યું સમગ્ર સુરત શહેર- જાણીને ગર્વ થશે

દુખના સમયમાં અથવા તો આપતિનાં સમયમાં સુરત શહેર ‘દાનવીર કર્ણ’ ની જેમ ઉભરી આવ્યું છે. કોઈને કોઈ રીતે સુરતીઓ લોકોને મદદ કરતા રહેતા હોય છે…

દુખના સમયમાં અથવા તો આપતિનાં સમયમાં સુરત શહેર ‘દાનવીર કર્ણ’ ની જેમ ઉભરી આવ્યું છે. કોઈને કોઈ રીતે સુરતીઓ લોકોને મદદ કરતા રહેતા હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક ગર્વ થાય એવા સમાચાર સુરત શહેરમાથી સામે આવ્યા છે. શહેરમાં રાજ્યમાં અથવા તો દેશના કોઇ પણ ક્ષેત્રમાં જ્યારે પણ કુદરતી અથવા તો માનવસર્જિત હોનારત સર્જાઈ ત્યારે સુરતીઓ મદદ માટે હંમેશા આગળ આવતા હોય છે.

સુરતના લોકો હંમેશા લોકોને મદદ કરવા માટેના સંપૂર્ણ પ્રયત્નો કરતા હોય છે ત્યારે મહારાષ્ટ્રમાં આવેલ કોંકણ જિલ્લામાં અતિવૃષ્ટિને લીધે ખુબ ભારે તારાજી સર્જાઈ છે. ગત સપ્તાહમાં વરસાદ ખૂબ જ મોટા પ્રમાણમાં ખાબકતા જનજીવન ઉપર તેની સીધી અસર પડી હતી.

આવી પરીસ્થિતિમાં કેટલાક લોકોને ઘરવિહોણા થવાની ફરજ પડી છે, ત્યારે સુરતથી અનાજની કીટ અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવાની શરુ થઈ થઇ છે. વિદ્યાકુંજ, વિદ્યાદીપ સાંઈનાથ સ્પોર્ટ ક્લબ, વીરતા ગ્રુપ દ્વારા કુલ 500 જેટલી કીટ તૈયાર કરવામાં આવી છે.અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને મદદ કરવા માટેની તૈયારીઓનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે.

કીટમાં મહિનો ચાલે તેટલી વસ્તુઓ: અસરગ્રસ્ત લોકોને જમવા માટે એક મહિના સુધીનો સામાન ચાલી રહે એવા પ્રકારની કીટ તૈયાર કરી દેવામાં આવી છે. જેમાં ખાદ્ય સામગ્રીઓ મૂકવામાં આવી છે. કેટલીકવાર આ પ્રકારે અસરગ્રસ્ત લોકોને અનાજની કીટ વિતરણ કરવાના અનુભવને લીધે હવે, સુરતથી જેટલી પણ કીટો જાય છે તે ખૂબ જ ઝીણવટપૂર્વક તૈયાર કરવામાં આવે છે. આ અસરગ્રસ્ત વિસ્તાર સુધી કીટને કોઇપણ પ્રકારની હાનિ ન થાય તેમજ આપેલી તમામ ચીજવસ્તુઓ એક માસ સુધી સારી રહે તેવું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

સેવાકીય ગ્રુપના મહેશભાઇ પટેલ કહે છે કે, અમે જ્યારે કોંકણમાં સર્જાયેલ તારાજીને દ્રશ્યો જોયા ત્યારે અમને કેટલાક મિત્રોને થયું કે, ત્યાં હવે લોકોને મદદની જરૂર ઊભી થઈ હશે. જેને લીધે અમે સોશિયલ મીડિયા મારફતે નજીકના જેટલા પણ સંપર્કમાં હતાં એટલા લોકો સુધી પહોંચીને તેમની સાથે લોકોને મદદ કરવા માટેની વાત જણાવી હતી.

જેને ધ્યાનમાં રાખીને સુરતીઓએ પોતાના સ્વભાવને અનુરૂપ કોઈપણ જાતની કચાશ ન રાખતા ખુલ્લા મનથી દાન આપ્યું હતું. તેને લીધે અમે ખાદ્ય સામગ્રીની કીટ તાત્કાલિક અસરથી તૈયાર કરવાની શરૂઆત કરી દીધી છે. આગામી 2 દિવસ પછી સંપૂર્ણપણે તૈયાર થયા પછી અમે અસરગ્રસ્ત વિસ્તારમાં મોકલીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *