ચાલુ ટ્રેનમાં મહિલાને થયો બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ- ગુજરાતના આ ડોક્ટર સાંસદે શરુ ટ્રેને કરી મદદ- જુઓ તસ્વીરો

અમદાવાદથી નવી દિલ્હી સુધી પ્રસ્થાન કરતી સુવર્ણજયંતી રાજધાની એક્સપ્રેસ માં ગઈ કાલે તારીખ:-14/07/2019 રવિવારના રોજ સાંજે– B-36 ડબ્બામાં આશરે 56 વર્ષના એક મહિલાને બ્લડ પ્રેશર…

અમદાવાદથી નવી દિલ્હી સુધી પ્રસ્થાન કરતી સુવર્ણજયંતી રાજધાની એક્સપ્રેસ માં ગઈ કાલે તારીખ:-14/07/2019 રવિવારના રોજ સાંજે– B-36 ડબ્બામાં આશરે 56 વર્ષના એક મહિલાને બ્લડ પ્રેશર ઘટી જતા તેઓ બેભાન હાલતમાં આવી જતા ટ્રેનની અંદર સ્પીકરમાં જાહેરાત કરવામાં આવી કે, ટ્રેનની અંદર કોઈ ડોક્ટર હોય તો તાત્કાલિક B-36 કોચમાં આવે. ડોક્ટર ની જરૂર છે.

આ બાબતની માઇક મારફતે લાઉડ સ્પીકરમાં માં ઘોષણા થતાં વેંત સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના સાંસદ સભ્ય શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા તાત્કાલિક દોડી આવ્યા. તેઓને જરૂરી પ્રાથમિક સારવાર આપી અને એક ડૉક્ટર તરીકે પોતાની ફરજ અદા કરી. ટ્રેનમાં મુસાફરી કરતા કોઈ વ્યક્તિને અચાનક પ્રાથમિક સારવારની જરૂર પડે તો તે ટ્રેનમાં કોઈ ડોક્ટર મુસાફરી કરતા હોય તો આટલો ફાયદો થાય.

ઉલ્લેખનીય છે કે 72 બેડની હોસ્પિટલ ધરાવતા ડૉ. મુંજપરા પાસે કાર નથી, એક્ટિવા પર જ ફરે છે ! પોતાને ત્યાં 10 રૂપિયાની ફી લઈ 10 વર્ષ સુધી દર્દીઓની સેવા કરી છે. સામાન્ય જનમાંથી જ એક છે. એમનું બાળપણ પણ અભાવો અને અગવડો વચ્ચે વીત્યું. સાવ નાની ઉંમરે કેન્સરમાં માતા ગુમાવ્યા, હાર્ટ એટેકથી પિતાનું મૃત્યુ થયું. આઠ ભાઈ-બહેન નોંધારા થઈ ગયા. ખેત મજૂરી કરી ને તેઓ ભણ્યા. MBBS અને M.D. સુધી ઊચ્ચ અભ્યાસ કરી ને ડૉક્ટર બન્યા. ડૉક્ટર બન્યા પછી પણ સમાજનું ઋણ ચૂકવવા વર્ષો સુધી ટોકન દરથી દર્દીઓની સારવાર કરી. શ્રીરામ ભોજનાલયમાં 10 રૂપિયાની શુકન પૂરતી ફી લઈ ને 10 વર્ષ સુધી સેવાઓ આપી. આજ સુધીમાં લગભગ નવ લાખ દર્દીઓની સારવાર કરવાની ઈશ્વરે એમને તક આપી છે. માત્ર તેઓ જ નહીં, તેમનો આખો પરિવાર પણ મેડિકલના માધ્યમ થકી લોકોની સેવા માટે તત્પર રહ્યો છે. પત્ની પણ ડૉક્ટર છે, પુત્ર-પુત્રી ડૉક્ટર બનવા જઈ રહ્યા છે.

આવા નેતાઓને લીધે જ કદાચ ભારતમાં હજી સુધી લોકશાહી માં લોકોને વિશ્વાસ તાકી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *