બાપે દીકરીને હોંઠ પર હોંઠ ચડાવીને કરી લીધી કિસ: પુત્રી સાથે જ લગ્ન કરવા માંગતા હતા બોલીવુડના આ ડિરેક્ટર

જયારે વાત બોલિવુડની હોય ત્યારે અભિનેતા-અભિનેત્રી કે નિર્માતાઓની પ્રોફેશનલ લાઈફ હોય કે પર્સનલ લાઈફ બંને ચર્ચામાં રહેતી હોય છે. હિન્દી ફિલ્મોના જાણીતાં દિગદર્શક મહેશ ભટ્ટે…

જયારે વાત બોલિવુડની હોય ત્યારે અભિનેતા-અભિનેત્રી કે નિર્માતાઓની પ્રોફેશનલ લાઈફ હોય કે પર્સનલ લાઈફ બંને ચર્ચામાં રહેતી હોય છે. હિન્દી ફિલ્મોના જાણીતાં દિગદર્શક મહેશ ભટ્ટે જેટલી સારી ફિલ્મો બનાવી તેટલા જ તેઓ અંગત જીવનના કારણે કાયમ ચર્ચાનું કેન્દ્ર રહ્યા હતાં. પરિણિત હોવા છતાં મહેશ ભટ્ટનું એક, બે નહીં પરંતું ત્રણ અભિનેત્રીઓ સાથે અફેર હતું. મહેશ ભટ્ટની ફિલ્મોમાં તમને ડ્રામા, સસ્પેન્સ અને કોન્ટ્રોવર્સી જોવા મળે તેમ તેમની અંગત જિંદગી પણ કોન્ટ્રોવર્સી, ડ્રામા અને સસ્પેન્સવાળી છે.

બોલિવુડના નામાંકિત ડિરેકટર મહેશ ભટ્ટે અનેક મોટી ફિલ્મોને ડિરેકટ કરી અને તે ફિલ્મોએ સફળતાના ઝંડા ફરકાવ્યા છે. આ ઉપરાંત મહેશ ભટ્ટ તેમના પ્રેમ સંબંધના કારણે પણ વિવાદમાં સપડાયા છે. લગ્નેત્તર સંબંધથી લઈને ધર્મ પરિવર્તન સહિતની અનેક ઘટનાઓ તેમના જીવનમાં ઘટી છે.

મહેશ ભટ્ટના જીવનમાં સર્જાયલ આ ઘટનાઓથી તેમની જિંદગી બદલાઈ ગઈ. જોકે, એક સમય એવો પણ આવ્યો જ્યારે મહેશ ભટ્ટે પોતાની જ દિકરી પુજા ભટ્ટને લીપ કિસ કરી લીધી અને આ ફોટો મીડિયામાં વાયરલ પણ થયો હતો. ત્યારે મહેશ ભટ્ટે તો ત્યાં સુધી કહી દીધું કે, “જો પૂજા મારી દિકરી ન હોત તો હું તેની સાથે લગ્ન પણ કરી લેત.”

પૂજા ભટ્ટ પહેલા એવું માનતી હતી કે, સોની રાજદાને તેના અને તેના પરિવારને વેરવિખેર કરી નાખ્યો. ત્યારબાદ પૂજાના માતા કિરણે સમજાવ્યું કે તું પ્રેકટિકલ બન, ભલે મારા અને તારા પિતાના સારા સંબંધ ન હોય પણ તું તારા પિતા સાથે સારા સંબંધ રાખ. આ ઘટના બાદ પૂજાનું તેના પિતા સાથે બોન્ડિંગ વધતું ગયું. 90ના દાયકાની સફળ અભિનેત્રી વ્યસનના રવાડે ચડી ગઈ અને તેની કારકિર્દી પૂર્ણ થઈ ગઈ. વર્ષ 2016માં મહેશ ભટ્ટની સમજાવટ બાદ પૂજા ભટ્ટે દારૂ છોડ્યો. ત્યારથી લઈને આજ સુધી તેણે હજી દારૂનું સેવન કર્યુ નથી.

પહેલેથી લગ્ન થયેલા હોવા છતાં મહેશ ભટ્ટે પરવીન સાથે સંબંધ બાંધ્યા. બંને લિવ-ઈન-રિલેશનશીપમાં રહેતા હતા. મહેશ-પરવીનનો રિલેશન ઘણો સારો ચાલી રહ્યો હતો. પરંતું આ સંબંધને ગ્રહણ લાગી ગયું. એક રાત્રે મહેશ ભટ્ટ જ્યારે પરવીન બાબીના ઘરે પહોંચ્યા ત્યારે તે અલગ રૂપમાં જ જોવા મળી. પરવીન તેની કોઈ ફિલ્મના કોસ્ટ્યુમ પહેરી રાખ્યા હતા. પરવીનના હાથમાં ચપ્પુ હતું.

પરવીનના વાળ વેરવિખેર હતા તેનો મેકઅપ ખરાબ થયેલો હતો. મહેશને જોઈ પરવીન બોલી હતી કે, ‘મહેશ દરવાજો બંધ કરી દે, તે આપણને મારવા માગે છે.’ મહેશ પરવીનની આ હાલત જોઈ દંગ રહી ગયા હતાં. મહેશ ભટ્ટ સમજી ન શક્યા કે પરવીન બાબીને શું થયું છે? પરવીન બાબીને Schizophrenia નામની માનસિક બિમારી હતી. આ બિમારીમાં વ્યક્તિના મનમાં એવો ભ્રમ ઉભો થાય કે તેને કોઈ મારવા માંગે છે.

મહેશ ભટ્ટ પરવીનને અમેરિકા લઈ ગયા પરંતું તેનામાં કઈ સુધારો જોવા મળ્યો નહીં. પરવીન બાબીએ ત્યારબાદ મહેશ ભટ્ટથી પણ દૂરી બનાવી લીધી. મહેશ ભટ્ટ પણ લાંબા સમય સુધી પરવીન બાબીને ન મળ્યા. ત્યારબાદ વર્ષ 2005માં પરવીન બાબીના મોતના સમાચારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઝટકો આપી દીધો હતો.

મહેશ ભટ્ટ જ્યારે કોલેજમાં હતા ત્યારે પહેલીવાર તેમની મુલાકાત લોરિયન સાથે થઈ હતી. 20 વર્ષના મહેશની લોરિયન સાથે ગાઢ દોસ્તી થઈ. બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. આ સમયે લોરિયન બોમ્બે સ્કોટિશ અનાથ આશ્રમમાં અભ્યાસ કરતી હતી. મહેશ ભટ્ટે એક ઈન્ટરવ્યૂમાં સ્વીકાર કર્યો હતો કે, હું લોરિયનને મળવા માટે દીવાલ કૂદીને ગયો હતો. મહેશ ભટ્ટે તે સમયે ‘ડાલડા’ અને ‘લાઈફબોય’ માટે જાહેરાત બનાવી.

લોરિયન નામ બદલીને કિરણ નામ રાખ્યું અને મહેશ ભટ્ટ સાથે લગ્ન કર્યા. મહેશ ભટ્ટ અને કિરણની ઉંમર ત્યારે 20 વર્ષ હતી. લગ્નના એક વર્ષ બાદ પૂજા ભટ્ટનો જન્મ થયો. મહેશ ભટ્ટ અને કિરણ વચ્ચે અણબનાવ વધ્યો ત્યારે તે કિરણને છોડીને બોલિવુડની એક્ટ્રેસ પરવીન બાબી સાથે રહેવા લાગ્યા હતા.

પરવીન બાબી સાથે રહેવાના કારણે તેમના લગ્નજીવનમાં તણાવ વધતો ગયો. મહેશ ભટ્ટે પરવીન સાથે સંબંધ યથાવત રાખ્યા હતાં. ત્યારબાદ મહેશ અને પરવીનના સંબંધમાં તિરાડ પડી અને કિરણ ફરીથી મહેશ ભટ્ટના જીવનમાં આવી ગઈ. અત્યાર સુધી બંનેના સંબંધ સુધર્યા નહીં પરંતું બંનેએ તલાક પણ લીધા નથી. ત્યારબાદ મહેશ ભટ્ટના જીવનમાં સોની રાજદાન આવી.

પરવીન બાબી એકતરફ માનસિક બિમારીનો ભોગ બની તો બીજીતરફ મહેશ ભટ્ટના જીવનમાં ત્રીજી મહિલાની એન્ટ્રી થઈ. મહેશ ભટ્ટ જ્યારે સોની રાજદાનના પ્રેમમાં પડ્યા ત્યારે તે કિરણ સાથે રહેતા હતા. મહેશ ભટ્ટને સોની રાજદાન સાથે પ્રેમ થયો અને તેણે સોની સાથે લગ્ન કર્યા. સોની રાજદાન જોડે લગ્ન કરવા મહેશે ઈસ્લામ ધર્મ અપનાવ્યો. ત્યારબાદ મહેશ અને સોની રાજદાને શાહિન અને આલિયાને જન્મ આપ્યો. આલિયા ભટ્ટ આજે યુવાવર્ગમાં સૌથી લોકપ્રિય અભિનેત્રીમાંથી એક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *