બાળકોમાં લોકશાહીના મૂલ્યોનું સિંચન થાય એ માટે શાળામાં થઇ લોકસભા જેવી સંસદ ચૂંટણી: વાંચો પૂરી ખબર

TrishulNews.comઅમારી  યુ ટ્યુબ  ચેનલ સબસ્ક્રાઈબ કરો 

આજકાલ ચુંટણીની મોસમ હજુ પૂર્ણ થઇ છે ત્યારે ગુજરાતની એક પ્રાથમિક શાળામાં આજે બુધવારના રોજ મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ખેરોલી ગામમાં આવેલી પે સેન્ટર શાળા ખેરોલીમાં શાળાના વિદ્યાર્થીઓ માટે, શાળાના વિદ્યાર્થીઓમાં લોકશાહીના મૂલ્યોનું સિંચન થાય તેવા હેતુંથી ચૂંટણી પ્રક્રિયાનો જાત અનુભવ કરાવવા માટે શાળા પંચાયતની ચુંટણી યોજવામાં આવી હતી. આ ચુંટણીનો હેતુ બાળકોમાં લોકશાહીના મુલ્યો નું સિંચન થાય તે માટે કરાયું હતું.

બાળકોને આ સમગ્ર ચુંટણી પ્રક્રિયાનું માર્ગદર્શન શાળાના આચાર્ય જયેશભાઇ પટેલ અને આ જ શાળાના ઉત્સાહી શિક્ષક રાકેશકુમાર બારૈયાએ આપ્યું હતું.

Loading...

આ બાળ સંસદની ચુંટણી કરાવવામાં શાળાના તમામ શિક્ષકગણે સહકાર આપ્યો હતો. આ બાળ સંસદની ચુંટણીમાં કુમાર મતદારો 123 અને કન્યા મતદારો 88 એમ કુલ 211 મતદારો હતા. આ તમામ મતદારોએ મત આપ્યો હતો.

શાળાના તમામ બાળકોને આધુનિક ટેકનોલોજીના સહારે મોબાઇલ એપ્લીકેશનની મદદથી કન્ટ્રોલ યુનિટ તેમજ બેલેટ યુનિટ બનાવી આપીને શાળા પંચાયતની ચુંટણી ઇ-વોટિંગથી યોજવામાં આવી હતી.

આ ચુંટણી પ્રક્રિયા દરમિયાન શાળા કક્ષાએ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું હતું. તેમજ મતદાન મથકના સ્ટાફની પણ નિમણુંક કરવામાં આવી હતી.આમ બાળકોમાં લોકશાહીના મૂલ્યોનું સિંચન થાય તેવો શાળા પરિવાર ખેરોલી વતી પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં પણ બાળકોને ચુંટણી પ્રક્રિયાનો જાત અનુભવ કરાવવામાં આવ્યો. ગુજરાતના સરકારી શાળાના શિક્ષકો આવા નવા અભિગમથી સરકારી શિક્ષણ ની બેકાર બનેલી છાપ આવનારા સમય માં ચોક્કસ ઉજળી કરી શકશે અને પ્રાઈવેટ શાળા ના નામે ચાલતી હાટડીઓ પણ બંધ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.