માઇકલ જેકસન મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ જે તમને હેરાન કરી દેશે…

કિંગ ઓફ પોપ ના નામથી પ્રસિદ્ધ માઇકલ જેક્સન નું, જૂન 2009માં આકસ્મિક મૃત્યુથી આખી દુનિયામાં તેઓના ચાહકોમાં નિરાશા છવાઈ ગઈ હતી. માઇકલ જેકસન ની આજે…

કિંગ ઓફ પોપ ના નામથી પ્રસિદ્ધ માઇકલ જેક્સન નું, જૂન 2009માં આકસ્મિક મૃત્યુથી આખી દુનિયામાં તેઓના ચાહકોમાં નિરાશા છવાઈ ગઈ હતી. માઇકલ જેકસન ની આજે પુણ્યતિથિ છે. માઇકલ જેકસન લોસ એન્જલસના પોતાના ઘરમાં મૃત મળ્યા હતા. જણાવવામાં આવ્યું છે કે હૃદયરોગના હુમલાથી તેમનો જીવ ગયો હતો. માઇકલ જેકસન એકલા એવા ગાયક ,ગીતકાર, તેમજ પોપ ડાન્સર હતા જેમણે રોક એન્ડ ભૂમિકાને હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. આવો જાણીએ માયકલ જેકસન સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓ…

માઇકલ જેકસન ,તેમજ રોક સંગીત આજે આખી દુનિયામાં પ્રચલિત છે. તેમના નામે 13 ગ્રેમી એવોર્ડ, સેમી ગ્રેમી એવોર્ડ, ગ્રેમી લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ તેમજ 26 અમેરિકન મ્યુઝિક એવોર્ડ મળેલા છે. 1987માં બહાર પડેલા વિડિયો સ્મૂથ ક્રિમીનલ માં માઇકલ જેકસન જે ડાન્સ સ્ટેપ કર્યા હતા તે આજે પણ કરવા કોઈના હાથમાં નથી. તેવું તેઓ ખાસ પ્રકારના બુટ ની મદદથી કરતા હતા .જેનું પેટન તેમના બે સાથીઓ ના નામે છે.

માઇકલ જેકસન દુનિયાને રોબોટ તેમજ મુન-વોક જેવા ખાસ ડાન્સિંગ સ્ટેપ ની ભેટ આપી હતી. એટલું જ નહીં પરંતુ હિપહોપ, પોસ્ટ ડિસ્કો ,પોપ તેમજ રોક પણ શીખવ્યું હતું. માઇકલ જેક્સન ઉપર 13 વર્ષના એક છોકરા સાથે યોન ઉત્પીડનનો આરોપ હતો. જેકસન એ કહ્યું હતું કે તેઓને બાળકો સાથે ખૂબ જ લગાવ છે અને આ આરોપ આધાર વગરનો છે. તેમના વિરુદ્ધ કોર્ટમાં આ કેસ ચાર મહિના સુધી ચાલ્યો હતો જોતા પછીથી તેઓને આ મુદ્દામાં આરોપી જાહેર કરવામાં આવ્યા ન હતા. હાલમાં જ આના ઉપર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવવામાં આવી છે.

માઈકલ પોતાના અંગત જીવનને લઈને ઘણા વિવાદમાં રહ્યા હતા. પોતાના લુકને વધારે સારો બનાવવા માટે તેઓએ ઘણી વખત પ્લાસ્ટિક સર્જરી કરાવી, પરંતુ જેકસન તે ફક્ત બે વખત પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાનો સ્વીકાર કર્યો હતો. માઇકલ જેક્સનના જીવન આધારિત એક પુસ્તક, રિમેમ્બર ધ ટાઇમ: પ્રોટેક્ટકિંગ માઈકલ જેકસન ઈન હિઝ ફાઇનલ ડેઝ માં લખ્યું છે કે તેઓને પોતાના ઘરમાં તેઓની મંજૂરી વગર કોઈ આવી શકતું નહોતું સિવાય તેમની માતા કેટરીન જેકસન. જેકસનના પિતા તેમજ તેમના ભાઈ-બહેનોને આવવા માટે તેમની મંજૂરી લેવી જરૂરી હતી.

કહે છે કે માઇકલ જેકસન ને પોતાના મૃત્યુ ના કેટલાક દિવસો પહેલા પરફોર્મન્સ દરમિયાન તેઓને ગોળી મારવાની સંભાવના કરી હતી. માઇકલ જેક્સનના એક નજીકની મિત્ર વર્ષ 2013માં આ ખુલાસો કર્યો હતો. જે રાત્રે તેમનું મૃત્યુ થયું તે રાત્રે તેઓ એક કોન્સર્ટમાં પર્ફોમન્સ કરવાની તૈયારી કરી રહ્યા હતા. આના માટે તેઓ આખી રાત નાચ્યા હતા. જ્યારે જેકસનનું મૃત્યુ થયું ત્યારે તેમના ઉપર ઘણી બધી લોન હતી. ત્યારબાદ તેમના મૃત્યુ પછી તેના નામથી થનારી કમાણી દ્વારા એ બધી લોનની ભરપાઈ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *