ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

સુરતીઓની આંખ ઉઘાડનારો કિસ્સો: જો તમારું ઘર અથવા ફ્લેટ રિ-ડેવલોપમાં જતું હોય તો આ લેખ ખાસ વાંચજો

સુરતમાં અલથાણ વિસ્તારના આવેલા ટેનામેન્ટમાંના રહેવાસીઓ હેરાન પરેશાન થઈ ગયેલાં જોવાં મળ્યાં છે. છેલ્લા ત્રણેક મહિનાથી બિલ્ડર ટેનામેન્ટના રહીશોને ભાડું આપી રહ્યો નથી. તેટલું જ નહીં રહેવાસીઓ દ્વારા બિલ્ડને ફોન કરવામાં આવતો હોવાં છતાં તેઓ ફોન ઉપાડી રહ્યા નથી. આ તમામની વચ્ચે સુરત મેયર અને મનપા કમિશનર એ ખો-ખોની રમત રમી રહ્યા હોય તેવું ભોગ બનનારા પરિવારોનું કહેવું છે.

1200 જેટલા પરિવારના સભ્યોની આર્થિક પરિસ્થિતિ સામાન્ય છે, ત્યારે સ્માર્ટ સિટી સુરતને વિક્સાવવામાં ગરીબો હેરાન પરેશાન થઈ રહ્યાં છે.સ્માર્ટ સિટીને વિકસાવવામાં ગરીબો હેરાન થતા હોવાનો એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના અલથાન વિસ્તારમાં રહેતાં ટેનામેન્ટના રહીશોની હાલત બગડી ગઈ છે. લેખિત કરાર હોવા છતાં પણ છેલ્લા ત્રણેક મહિનાથી બિલ્ડર દ્વારા ભાડું ત્યાંના રહીશોને ચૂકવવામાં આવ્યું નથી.

એટલું જ નહીં, જ્યારે બિલ્ડરને રહીશો ફોન કરે તો ડેવલોપર ફોન પણ ઉપાડતા નથી. આ તમામ વાત વચ્ચે જ્યારે રહીશો સુરત મેયર અને સુરત મનપા કમિશનરને ફરિયાદ નોધાવવા ગયાં. પરંતુ તેમનાથી પણ કોઈ નિર્ણય આવ્યો નહોતો. રહીશોએ આરોપ લગાવતા કહ્યું કે,સુરત મેયર અને સુરત મનપા કમિશનર અમારી સાથે ખો-ખોની રમત રમી રહ્યા છે. લોકડાઉન અને અનલોકની વચ્ચે સ્થાનિકોની આર્થિક હાલત બગડી છે.

ત્યારે જો તેમની સમસ્યાનું ઉપાય નહિ આવે તો સ્થાનિકો દ્વારા આંદોલનની ધમકી ઉચ્ચારી છે.સુરતમાં સર્જર દ્વારા વર્ષ 2017માં એક યોજના શરૂ કરાય હતી અને આ યોજના હેઠળ કામની શરૂઆત કરવામાં આવી હતી. અમદાવાદના સિદ્ધિ ડેવલોપર મેહુલ પટેલ સાથેનાં તેમનાં લેખિત કરાર કરવામાં આવ્યા હતા. સુરતની આ સોસાયટીમાં 752 ટેનામેન્ટના રહેવાસી, 32 EWSનાં આવાસ, 64 જેવા SMC ક્વોર્ટસ તથા 400થી વધુ પોલીસ લાઇનના ક્વોર્ટસ હતા તેને પાડી દેવામાં આવ્યા હતા.

સરકારની નવી પોલિસી વર્ષ 2017માં રજૂ થઈ હતી અને રી-ડેવલોપ યોજના હેઠળ આ તમામ જુના બાંધકામ તોડી નાખવામાં આવ્યા હતા. 90% લોકો દ્વારા મંજુરી આપવામાં આવતા આ યોજના હેઠળ બાંધકામની શરૂઆત કરવામાં આવી હતી. જે બાધકામ હવે અટકી ગયું છે. માત્ર એક સિક્યુરિટી ગાર્ડ જ ત્યાં રાખવામાં આવ્યો છે, જ્યાં સુધી બાંધ કામ પુરું ના થાય ત્યાં સુધી માસિક રૂ.5400 ભાડું ચૂકવવાનું રહેશે એવી લેખિત અરજી તમામ પરિવાર સાથે થઈ હતી.

જો કે છેલ્લા 3 વર્ષથી ભાડું આપવામાં આવી રહ્યું હતું, પરંતુ લોકડાઉનમાં ભાડું આપવાનું બંધ રાખવામાં આવ્યું છે. સુરતના મેયર, સલ્મ ડીપાર્ટમેન્ટને રજૂઆત કરવામાં આવી છે.સુરત મેયર અને સુરત મનપા કમિશનર પણ કોઈ વાતનો નિર્ણય આપવામાં રસ દાખવી રહ્યા નથી.સ્થાનિક મહિલાઓ તો એટલી હદે હેરાન થઈ ગઈ છે કે તેઓ કહે છે કે,જો નિરાકરણ નહિ આવે તો આંદોલનની ધમકી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: