જગતના તાતના મોઢે આવેલો કોળીયો છીનવાયો: કમોસમી વરસાદથી સેંકડો ખેડૂતોને થયું મોટા પાયે નુકસાન

ગુજરાત(Gujarat): હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી અને અંબાલાલ પટેલ(Ambalal Patel)ની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા રાજ્યના મોટાભાગેના જિલ્લાઓમાં કમોસમી વરસાદ(Unseasonal rains) ખાબક્યો હતો.…

ગુજરાત(Gujarat): હવામાન વિભાગ(Meteorological Department)ની આગાહી અને અંબાલાલ પટેલ(Ambalal Patel)ની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતા રાજ્યના મોટાભાગેના જિલ્લાઓમાં કમોસમી વરસાદ(Unseasonal rains) ખાબક્યો હતો. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે તાલુકાઓમાં બે ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો અને 2 દિવસ પડેલા વરસાદમાં ખેડૂતોના મહામુલા પાકને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે હવે જગતના તાતને સહાય આપવાની માંગ સરકાર સમક્ષ ઉઠી રહી છે.

સરકારની ગાઈડલાઇન મુજબ શું ખેડૂતોને મળશે સહાય?
ઠંડીના ચમકારા વચ્ચે પડેલા કમોસમી વરસાદને કારણે પાક નુકસાનની સહાય આપવાની માંગ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા કરવામાં આવી છે. ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવતા કહ્યું હતું કે, ખેડૂતોને સહાય મળે અને તેના માટે સર્વે હાથ ધરવામાં આવે. ઠંડીના મોસમ વચ્ચે કમોસમી વરસાદને લીધે, જીરું, કપાસ, રાયડો, પશુના ઘાસચારાને મોટા પાયે નુકસાન થયું છે.

કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ જોવા જઈએ તો ૧૫ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર સુધીમાં કમોસમી વરસાદ થાય અને પાકને નુકસાન થયું હોય તો ખેડૂતને સરકાર તરફથી સહાય મળી શકે. પરંતુ જો 15 નવેમ્બર બાદ વરસાદ વરસે અને નુકસાન થાય તો સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની સહાય ચુકવવામાં આવતી નથી. ત્યારે રાજ્યમાં 17 નવેમ્બર કમોસમી વરસાદ વરસ્યો છે. તેથી કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ કમોસમી વરસાદની સહાય ખેડૂતોને મળી શકે તેમ નથી. આમ છતાં જગતના તાતને સહાય મળે તે માટે ધારાસભ્ય કિરીટ પટેલે રજુઆત કરી અને સહાય ન મળે તો ખેડૂતો આંદોલન કરશે એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ખેડૂતો કરી રહ્યા છે માંગ:
રાજ્યમાં મોરબી જિલ્લા સહીત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે મોરબીના માળિયા, ટંકારા, હળવદ અને વાંકાનેરમાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. માળિયાના બોડકી, ઝીંઝુડા, સરવડ, ભાવપર, તરઘરી સહિતના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ પરથી કહી શકાય કે, ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઇ ગયો છે અને ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ત્યારે કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું વળતર આપવા ખેડૂતોએ અને ધારાસભ્ય દ્વારા સહાયની માંગણી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *