લોકડાઉનના સમયમાં ઘરે જ બનાવો સ્વાદિષ્ટ કેક- એકવાર ખાઈને કહેશો…

Published on: 11:50 am, Sat, 25 July 20

દરેક લોકોને કેક ખુબ જ ભાવતી હોય છે. નાના બાળકોથી માંડીને મોટા લોકો પણ કેક ખાવાના શોખીન હોય છે. કેટલાક લોકો વેજિટેરિયન હોય છે.જેના કારણે લોકો ઇંડા વાળી કેક ખાતા નથી તો આજે અમે તમારા માટે ઇંડા વગરની કેકની રેસીપી લઇને આવ્યા છીએ. અને વળી આ કેક ખુબજ સ્વાદિષ્ટ બને છે. તો ચાલો જોઈએ કઈ રીતે બને છે ઈંડા વગરની કેક…..

જરૂરી સામગ્રી:

100 ગ્રામ બટર

150 ગ્રામ બુરૂ ખાંડ

125 ગ્રામ મેંદો

100 ગ્રામ મિલ્ક પાવડર

અડધી ટીસ્પૂન સાજીના ફૂલ

અડધી ટીસ્પૂન બેકિંગ પાવડર

2 થી 3 ટેબલ સ્પૂન કોકો

1 થી 2 ટેબલ સ્પૂન ડ્રિંકિંગ ચોકલેટ

150 મિલી થમ્સ અપ

બ્લેક ફોરેસ્ટ કેક બનાવવાની રીત:

સૌપ્રથમ એક મોટા વાસણમાં બટર ફિણવું. બટર લીસું થાય ત્યારબાદ તેમાં ખાંડ નાખીને ફરી વખત ફિણવું. ત્યારબાદ બીજા એક મોટા વાસણમાં મેંદો, મિલ્ક પાવડર, સાજીના ફૂલ, બેકિંગ પાવડર,કોકો અને ડ્રિંકિંગ ચોકલેટ બે વખત સારી રીતે ચાળી લેવા. ત્યારબાદ આ બધી વસ્તુ માં ધીરે ધીરે થમ્સ અપ નાખતા જવું અને હલાવતા જવું. ગઠ્ઠા ન રહે તેમ સારી રીતે હલાવી નાખવું.

મિશ્રણ એક સરખું થઈ જાય ત્યારબાદ તેમાં ઇનોનું એક પેકેટ નાખીને સારી રીતે મિક્સ કરવું. એનો મિક્સ થયા બાદ તૈયાર થયેલા મિશ્રણને થોડીવાર માટે ઢાંકીને મૂકી દેવું. બીજા એક પહોળા વાસણમાં અંદરની તરફ ફરતે દરેક બાજુ સારી રીતે ઘી લગાડી દેવું. ત્યારબાદ તેની ઉપર મેંદો ભભરાવી દેવો. કુકરમાં નીચે તળિયે રેતી અથવા મીઠું નાખીને થોડી વખત ગરમ થવા દેવું.

તૈયાર કરેલું મિશ્રણ ચમચી વડે ધીરે ધીરે પહોળા વાસણમાં ન નાખવું. ત્યારબાદ આ વાસણને કુકર ની અંદર સરખી રીતે મૂકો. કુકરમાંથી ઉપરની સિટી કાઢી નાખવી. આ દરમિયાન ગેસ ધીમો રાખો. 35 થી 40 મિનિટ પછી એ કુકર ખોલીને જોવું. કુકર ની અંદર મુકેલ પાત્રમાં કેક છૂટી પડી ગઈ હોય તો આપણી કેક બનીને તૈયાર છે.

તૈયાર થયેલ કેકને વચ્ચેથી કટીંગ કરવું. ત્યારબાદ તેમાં ડ્રિંકિંગ ચોકલેટ અંદર નાખો. તે પછી કેકની ઉપરનું પડ ઉપર મૂકી દો. ત્યાર પછી તમે તમારી રીતે ડેકોરેશન કરી શકો છો. આ રીતે ઘરે જ ઈંડા વગરની કેક તમે બનાવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.