વેલણથી નહીં પણ હાથથી બનાવો આ રીતે રોટલી સ્વાદ થશે બમણો, દાદીની આવી જશે યાદ

Published on Trishul News at 7:23 PM, Wed, 4 March 2020

Last modified on March 5th, 2020 at 11:15 AM

તમે અત્યાર સુધી વેલણથી બનાવેલી રોટલી ખતા હશે. પરંતુ શુ તમે ક્યારેય હાથથી બનાવેલી રોટલીનો સ્વાદ ટેસ્ટ કર્યો છે. જો ના તો આજે અમે તમારા માટે હાથથી બનાવેલા ઘઉંની રોટલીની રેસીપિ લઇને આવ્યા છીએ જે વેલણથી બનાવેલી રોટલી કરતા વધારે સ્વાદિષ્ટ લાગે છે.

જરૂરી સામગ્રી: 

2 કપ ઘઉંનો લોટ

1/2 કપ ચણાનો લોટ

1/2 કપ અજમો

2 ચમચી તેલ

2 ચમચી

મીઠું સ્વાદાનુસાર

પાણીની જરૂરિયાત મુજબ

બનાવવાની રીત:

સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, અજમો, મીઠું અને તેલ ઉમેરી મિક્સ કરી લો. તે બાદ તેમા નવશેકુ પાણી ઉમેરીને લોટો ગૂંથી લો. તેને 20 મિનિટ માટે ઢાંકીને રાખો. 20 મિનિટ બાદ તેને ફરીથી ગૂંથી લો અને લૂઆ કરી લો. હવે હાથ પર થોડૂંક પાણી લો. બીજી હથેળીમાં પાણી લગાવી તેને હાથની મદદથી રોટલી બનાવો અને પાતળી કરો. હવે મીડિયમ આંચ પર તવી ગરમ કરી લો અને તેની પર રોટલી શેકી લો. તેને બન્ને તરફ શેકી લો તે બાદ તેને ચીપિયાની મદદથી ડાયરેક્ટ ગેસ પર શેકો. હવે તેને આંચ પરથી ઉતારીને ઘી લગાવી લો. તૈયાર છે ગરમા ગરમ રોટલી. જેને પનપથી રોટલી પણ કહેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "વેલણથી નહીં પણ હાથથી બનાવો આ રીતે રોટલી સ્વાદ થશે બમણો, દાદીની આવી જશે યાદ"

Leave a comment

Your email address will not be published.


*