સલમાન ખાન અથવા સોનું સુદને દેશના વડાપ્રધાન બનાવો- જાણો કોણે ઉઠાવી માંગ

Published on: 10:38 am, Sun, 16 May 21

અભિનેત્રી રાખી સાવંતે તાજેતરમાં સોનુ સૂદને દેશનો વડા પ્રધાન બનાવવાની વાત કરી છે. હવે અભિનેત્રી રાખી સાવંતના આ નિવેદન પર સોનુ સૂદની પ્રતિક્રિયા સામે આવી છે. સોનુ સૂદનો તેના ઘરની બહારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સોનુ સૂદ ખૂબ નમ્રતાથી કહે છે કે આપણે સામાન્ય માણસ તરીકે જ સારા છીએ.

જે લોકો જ્યાં છે ત્યાં જ રહેવા દો હું સામાન્ય વ્યક્તિ જ સારો છું:
હકીકતમાં વાયરલ થયેલા વીડિયોમાં સોનુ સૂદ ઘણા લોકો અને ફોટોગ્રાફરને ઘરની બહાર સખત તડકામાં શરબત પીવડાવતા નજરે પડે છે. આ સમય દરમિયાન ફોટોગ્રાફરએ સોનુ સૂદને કહ્યું કે ઘણા લોકો ઇચ્છે છે કે તમારે દેશના વડાપ્રધાન બની જવું જોઈએ. તે જ સમયે અભિનેત્રી રાખી સાવંતે તાજેતરમાં પણ તમને વડાપ્રધાન બનાવવાની વાત કરી છે, તો શું તમે ચૂંટણી લડવાનું પસંદ કરશો? ફોટોગ્રાફરના આ સવાલ પર સોનુ સૂદએ ખૂબ નમ્રતાથી કહ્યું, “જે લોકો જ્યાં છે ત્યાં જ રહેવા દો હું સામાન્ય વ્યક્તિ જ સારો છું, હું તમારી સાથે ઉભો છું.”

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સોનુ સૂદને આ દેશનો વડા પ્રધાન બનાવવો જોઈએ: રાખી સાવંત
તમને જણાવી દઈએ કે, એક દિવસ પહેલા જ રાખી સાવંતનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, “હું કહું છું કે સોનુ સૂદ અથવા સલમાન ખાનને આ દેશનો વડા પ્રધાન બનાવવો જોઈએ, કારણ કે તે ખરેખરમાં હીરો  છે. સોનુ સૂદ, સલમાન ખાન, અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન દેશના લોકોને ખુબ જ પ્રેમ કરે છે. રાખી સાવંત પહેલા પણ ઘણા લોકોએ સોનુને વડાપ્રધાન બનાવવાની વાત કરી ચૂક્યા છે. કોરોના કાળમાં સોનુ સૂદ ગત વર્ષથી જ જરૂરીયાતમંદ લોકોને મદદ કરી રહ્યો છે. સોનુ પણ તેમના ઉમદા કાર્યોને કારણે લોકોનો મસીહા બની ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by BOLLYWOOD (@startbollywood_sb)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.