ફેક વેબસાઈટ બનાવી રામ જન્મભૂમી ટ્રસ્ટના નામે કરી લાખોની ઠગાઈ, આરોપીઓનો ધર્મ જાણીને વિશ્ચાસ નહિ આવે

Published on Trishul News at 7:00 PM, Tue, 22 June 2021

Last modified on June 22nd, 2021 at 7:00 PM

ઉત્તરપ્રદેશના ગૌતમબુદ્ધ નગર સાયબર સેલે રામ જન્મભૂમિ ના નામે ફેક વેબસાઈટ બનાવીને લોકો પાસેથી રૂપિયા પડાવતી ગેંગના કુલ પાંચ સભ્યોની ધરપકડ કરી લીધી છે. આ તમામ આરોપીઓ રામ જન્મભૂમિ ટ્રસ્ટના નામે નકલી વેબસાઈટ બનાવીને લોકો પાસેથી પૈસા ખંખેરતા હતા. તપાસ કરતા એ વાત જાણવા મળી કે તમામ આરોપીઓ દિલ્હીના રહેવાસી છે. સાથે તેમના ઘણા સોફ્ટવેર બિઝનેસ સાથે જોડાયેલા છે.

પોલીસે આ ઘટના અંગે ખુલાસો કરતા કહ્યું છે કે, દિલ્હીના નાયુ અશોક નગરમાં રહેતા નવીન, સુમિત, આશિષ, અમિત ઝા અને સૂરજે ઘણા સમય પહેલા એક વેબસાઇટ બનાવી હતી. આ તમામ લોકોએ નકલી વેબસાઇટ પર નકલી ખાતાઓને વિગતો નાખીને સામાન્ય લોકોને રામમંદિર માટે દાન આપવા માટે અપીલ કરી હતી.

ઘણાખરા લોકો ઓનલાઈન ટ્રાન્ઝેકશન ના માધ્યમથી વેબસાઇટ પર આપવામાં આવેલ ખાતા માં લાખો રૂપિયા જમા પણ કરાવ્યા હતા. જ્યારે આ ઘટના અંગે નોઈડા પોલીસે તપાસ હાથ ધરી છે કે આ લોકો દ્વારા બનાવવામાં આવેલી એક વેબસાઈટ દ્વારા કેટલી રકમની આ લોકો ઉઘરાણી કરી ચૂક્યા છે.

અયોધ્યા ખાતે વાસ્તવિક રામ જન્મભૂમિ ટ્રસ્ટના લઈને ઠગાઈ થઈ રહી હોવાની માહિતી મળતા તેમણે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ કરી રહેલી ટીમે સોમવારના રોજ 5:00 આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ પાસેથી એક લેપટોપ, 5 મોબાઈલ ફોન, 50 આધારકાર્ડ, બે સીમકાર્ડ અને બે થમ્બ ઇમ્પ્રેશન મશીન જપ્ત કર્યા છે. તમામ આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. સાથે આ સમગ્ર રેકેટ માં કુલ કેટલા લોકો સામેલ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓને આશંકા છે કે આ બેન્કમાંથી અન્ય ઘણા લોકો સામેલ હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "ફેક વેબસાઈટ બનાવી રામ જન્મભૂમી ટ્રસ્ટના નામે કરી લાખોની ઠગાઈ, આરોપીઓનો ધર્મ જાણીને વિશ્ચાસ નહિ આવે"

Leave a comment

Your email address will not be published.


*