આઇશા બાદ નફીસાનો આપઘાત! અ’વાદના રિવરફ્રન્ટ પર અંતિમ વિડીયો બનાવી યુવતીએ મોતને વ્હાલું કર્યું- સાંભળો આપવીતી

Published on: 3:07 pm, Thu, 23 June 22

વડોદરા(Vadodara): આપઘાતની ઘટનાઓ સતત વધતી જણાઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને પ્રેમ(Love) પ્રકરણને કારણે આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. આવી જ વધુ એક આપઘાતની ઘટનાના સમાચાર વડોદરા (Vadodara)માંથી મળી આવ્યા છે. વડોદરાના તાંદલજા વિસ્તાર (Tandalja area)માં રહેતી નફીસા નામની યુવતીને પ્રેમીએ તરછોડતા અમદાવાદ(Ahmedabad) રિવરફ્રન્ટ(Riverfront) પર આપઘાતનો પ્રયાસ કર્યા પછી પોતાની વ્યથા ઠાલવતા વીડિયો બનાવ્યા હતા. પરંતુ આ યુવતીએ ત્યાંથી વડોદરા પરત ફરી ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જે અંગે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો:
વાસ્તવમાં, 25 વર્ષીય નફીસા ખોખર નામની યુવતી વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા નુરજહા પાર્ક ખાતે ભાડે રહેતી હતી. તેને અમદાવાદનો રહેવાસી શેખ રમીઝ અહેમદ નામના યુવકે પ્રેમમાં દગો આપ્યો હતો. જેના કારણે યુવતીએ અમદાવાદ રિવરફ્રન્ટ પર પોતાની વ્યથા ઠાલવતો વીડિયો બનાવ્યો હતો તેમજ બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં આપઘાત કરી શકી નહોતી અને વડોદરા પરત ફરી હતી. આ પછી 20 જૂન 2022ના રોજ ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ યુવતીના પરિવારજનોએ આજે વડોદરાના જે.પી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પ્રેમીએ દગો દેતા રિવરફ્રન્ટ પર વીડિયો બનાવ્યા:
પ્રેમીએ દગો આપતા નફીસા ખોખરે અમદાવાદ રિવરફ્રન્ટ પર પોતાની વ્યથા ઠાલવતા વિડીઓ બનાવ્યા હતા. તેમજ બે વાર આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. નફીસાએ રિવરફ્રન્ટ બનાવેલા વીડિયો મીડિયા સમક્ષ આવ્યા છે. જેમાં તે કહી રહી છે કે, રમીઝ તુમને મેરે સાથ બહુત બુરા કિયા હૈ, બહુત મતલબ બહુત બુરા કિયા હૈ, શાદી કા હા કહેકે મુઝે વટાતે રહે, આયે હી નહીં, એ તો ગલત હૈ ના યાર. બહોત ગલત હૈ, એસા નહીં કરના ચાહીએ થા તુમ્હે.

આ અંગે વધુમાં તેણે જણાવ્યું હતું કે, જિંદગીમે મેને તુમસે સબસે જ્યાદા પ્યાર કિયા, ઓર તુમને યે કિયા મેરે સાથ. મુઝે ઇતના બડા ધોકા દિયા. મુઝે લગા તુમ સબસે અલગ હો, પર તુમ સબકે જૈસે હી હો. તમમે ઔર સબમેં કોઇ ફરક નહીં હૈ. પુરી દુનિયા કો પતા ચલ જાને કે બાદભી તુમને મેરા હાથ નહીં થામા. બહોત બુરે હો તુમ. મુજે નહીં આતા સમજ મે. તુમ્હારે ઘરવાલે ભી કહેતે હૈ હમારા કોઇ કોન્ટેક્ટ નહીં હૈ. તમ્હે પરસો દેખાથા વહાં પર, તમ્હારે કપડે સુખે હુએ થે વહાં પર.

મેને તો પુલીસ કો ભી નહીં બતાયા… મેં ક્યા બોલુ:
નફીસા કહી રહી છે કે, કિતની બુરી હાલત કરદી હૈ. ન ઘર કી ન ઘાટ કી. ચાર દિનો સે યહાં ભકટ રહી હું. તુમ્હે ઢુંઢ રહી હું. મેને તો પુલીસ કો ભી નહીં બતાયા… મેં ક્યા બોલુ. આ રીતે વિડીઓમાં નફીસાએ પોતાની સમગ્ર આપવીતી જણાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.