હિમાલયની ગંદકી જોઇને એક યુવાને શરુ કરી અનોખી પહેલ, આજે હજારો લોકો હિમાલયમાં કરી રહ્યા છે આ કામ

પહાડાનું સૌંદર્ય કોને ના આકર્ષે, પરંતુ એવા પણ વીરલા હોય છે જે તેને સ્વચ્છ રાખવા માટે આખું જીવન સમર્પણ કરી દે છે. હરિયાણાના નિવાસી પ્રદીપ…

પહાડાનું સૌંદર્ય કોને ના આકર્ષે, પરંતુ એવા પણ વીરલા હોય છે જે તેને સ્વચ્છ રાખવા માટે આખું જીવન સમર્પણ કરી દે છે. હરિયાણાના નિવાસી પ્રદીપ પણ એવા જ એક વ્યક્તિ છે. પ્રદીપ હિમાચલ પ્રદેશમાં પ્રોફેશનલ ટ્રેકર છે. પરંતુ તેઓ રસ્તામાં મળનાર કચરાને છોડતા નથી. પ્રદીપ અત્યાર સુધી પહાડો પરથી સાત લાખ કિલો કચરો સાફ કરી ચૂક્યા છે. તેના પિતાની મરજી વિરુદ્ધ તેમણે ટ્રેકિંગને પોતાનો વ્યવસાય બનાવ્યો. પ્રદીપે જ્યારે જોયું કે કઈ રીતે કચરો હિમાલયના સૌંદર્યને ખાઈ રહ્યો છે ત્યારે તેમણે એકલા હાથે જ સફાઈ અભિયાનની શરૂઆત કરી.

પ્રદીપ જ્યારે પણ ટ્રેક પર જાય તો પોતાની સાથે પ્લાસ્ટિકનો કચરો ભેગો કરતા હતા. શરૂઆતમાં કેટલાક લોકો તેને ‘કચરાવાળો’ કહી હડધૂત કરતા હતા. પરંતુ પ્રદીપે પોતાનું જીવન પહાડોને નામ કરી દીધું. અને લોકોને અભિયાન સાથે જોડાવા માટે 2016માં ‘ધ હીલિંગ હિમાલય ફાઉન્ડેશન’ની શરૂઆત કરી. પ્રચાર માટે વેબસાઈટ બનાવી. તેમને ઘણી વખત આર્થિક સંકટનો સામનો પણ કરવો પડયો પરંતુ દૃઢ ઇચ્છાશક્તિને લીધે તેઓ આગળ વધતા રહ્યા.

ચારથી પાંચ હજાર સ્વયં સેવક
શરૂઆતમાં ચાર લોકો સાથે અભિયાનની શરૂઆત કરનાર પ્રદીપ સાથે આજે પાંચ હજારથી વધારે સ્વયંસેવકો જોડાઇ ચૂક્યા છે. તેમાં વિદેશી નાગરિકો પણ સામેલ છે. ફિલ્મ અભિનેત્રી દિયા મિર્ઝા પણ તેમના મિશન સાથે જોડાયેલી છે.

કચરામાંથી બની રહી છે વીજળી
અભિયાનની ખાસ વાત એ છે કે આ કચરો રિસાયક્લિંગ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે. જ્યાં કચરામાંથી ઉત્પન્ન થયેલી વીજળી ગામવાસીઓને મળે છે. તેનાથી પહાડ સ્વચ્છ થઈ રહ્યા છે અને ગામડાઓ ઉજળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *