ભાણિયો પોતાની મામી સાથે કઢંગી હાલતમાં પકડાઇ ગયો અને…

TrishulNews.comઅમારી  યુ ટ્યુબ  ચેનલ સબસ્ક્રાઈબ કરો 

મામા ભાણેજના સંબંધોને લજવે તેવી એક ઘટના સામે આવી છે, જ્યારે પોલીસે એક મર્ડર મિસ્ટ્રી પરથી પડદો ઉઠાવ્યો. યુવકની હત્યા કરવામાં તેનો સગો ભાણિયો અને તેના મિત્રોના નામ સામે આવ્યાં. જ્યારે મૃતકના ભાભીની પણ પોલીસે ધરપકડ કરી છે. મામી-ભાણિયાના સંબંધો વિશે નાના મામાને જાણ થતાં રસ્તામાંથી હટાવવા માટે હત્યાની ઘટનાને અંજામ આપ્યો. આ ઘટના ઉત્તર પ્રદેશના વારાણસીની છે.

આ મહિનાની 10 જૂને વારાણસીના લોહતા થાણામાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. જેની ઓળખ બચ્છવા ગામના રહેવાસી રતન કુમાર તરીકે થઇ. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રતન કુમારની હત્યા થવાની વાત સામે આવી જે બાદ પોલીસે તપાસ હાથ ધરી.

પોલીસે આ ઘટના પાછળ મામી અને ભાણિયા વચ્ચેના પ્રેમસંબંધને કારણભૂત ગણાવ્યો છે. જણાવવામાં આવી રહ્યં છે કે કલયુગી ભાણિયા રાહુલના સંબંધ તેની મામી સાથે હતાં. મામી સાથે રાહુલના આડા સંબંધો હતાં જેને તેના નાના મામા જોઇ ગયાં હતાં. જેના કારણે બંને વચ્ચે વિવાદ થયો અને તે સમયે રાહુલે પોતાની ભૂલ સ્વીકારી લીધી. તે બાદ રાહુલે પોતાના મામાના ઘરે જવાનું ઓછુ કરી દીધું. તે બાદ મામીના પ્રેમમાં અંધ રાહુલે ફોન પર મામી સાથે વાતચીત ચાલુ રાખી. બંનેએ મળીને મામા રતનને રસ્તાંમાંથી હટાવવાની યોજના બનાવી.

Loading...

પ્રેમ માં અંધ બનેલા ભાણેજ રાહુલે પોતાના દોસ્ત સોનૂ અને જયેન્દ્રનો સંપર્ક કર્યો અને 9 જૂને રાહુલના ગામમાં એક મિત્રના લગ્નમાં મામા રતનને બોલાવવામાં આવ્યા. ભાણિયાનો મિત્ર સોનૂ ડ્રાઇવર હતો અને તે જે ગાડી ચલાવતો હતો. તેણે જ લગ્નમાં ભાડે લીધી. તે જ ગાડીમાં મામા-ભાણિયા અને તેના મિત્ર અનંતપુર ગામ પહોંચ્યા.

મામા રતનને ગાડીમાં બેસાડીને મોડી રાતે સરહરી ગામ લઇ જવામાં આવ્યાં અને સરહરી ગામના પુલ પાસે સુમસામ જગ્યાએ તેમણે પહેલાં મામ રતને ઢોર માર માર્યો અને પછી તેને ઇંટ-પત્થરથી માર માર્યો. તે બાદ પણ રતન જીવીત રહેતાં તેના પર ગાડી ચડાવી દીધી.

હત્યા બાદ રતનને રસ્તા પર છોડીને તેઓ લગ્નમાં સામેલ થઇ ગયા. જ્યારે કેટલાંક લોકોએ રતન વિશે પૂછ્યું તો આરોપીઓએ વાત ટાળી દીધી. મંગળવારે જ્યારે આરોપીઓ શહેર છોડીને ભાગવાની ફિરાકમાં હતાં તો પોલીસે તેમને પકડી પાડ્યાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.