એરપોર્ટ પર મમતા બેનરજીએ જોયા પ્રધાનમંત્રી મોદીના પત્ની જશોદાબેન ને- જુઓ શુ કર્યું.

At the airport, Mamata Banerjee saw Prime Minister Modi's wife, Jashodaben - see what she did.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતા એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની પત્ની જશોદાબેન સાથે મુલાકાત કરી. મમતા બેનરજી કોલકાતા એરપોર્ટ થી નવી દિલ્હી જવા માટે ફ્લાઇટ પકડી રહ્યા હતા, ત્યારે જ તેમણે જશોદાબેનને જોયા અને તેમને મળવા દોડી પડ્યા. મુલાકાત દરમ્યાન મમતા બેનરજીએ તેમને સાડી પણ ભેટ આપી.

સૂત્રોના જણાવ્યા મુજબ આ દરમિયાન તેમની વચ્ચે સુખદ અને સકારાત્મક વાતચીત થઈ. મુખ્ય મંત્રી મમતા બેનરજીના એક નજીકના સૂત્રએ જણાવ્યું કે પાડોશી રાજ્ય ઝારખંડની એક રેલીમાંથી જશોદાબેન પાછા ફરી રહ્યા હતા. સુત્રોએ જણાવ્યું કે આ એક અચાનક થયેલી મુલાકાત હતી અને તેમની વચ્ચે અભિવાદનનું આદાન-પ્રદાન થયું. મુખ્યમંત્રીએ તેમને એક સાડી પણ ભેટ કરી.

જણાવી દઈએ કે મમતા બેનરજી બુધવારે પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરવાના છે અને આ દરમ્યાન તેઓ પશ્ચિમ બંગાળના મહત્વના મુદ્દાઓ ઉઠાવવાના છે. જશોદાબેને સોમવારે પશ્ચિમ બંગાળ રાજ્યના પશ્ચિમ વર્ધમાન જિલ્લાના આસનસોલ માં આવેલ કલ્યાણેશ્વર મંદિરમાં પૂજા કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: