પશ્ચિમ બંગાળમાં પડશે મમતા સરકાર, જાણો કોણે કર્યો દાવો…

ચૂંટણીના પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ચૂંટણીના પરિણામ બાદ દીદી તમારી પાર્ટીના ધારાસભ્યો એક એક કરીને તમારો સાથ છોડી દેશે.પરિસ્થિતિ ત્યાં સુધી…

ચૂંટણીના પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ચૂંટણીના પરિણામ બાદ દીદી તમારી પાર્ટીના ધારાસભ્યો એક એક કરીને તમારો સાથ છોડી દેશે.પરિસ્થિતિ ત્યાં સુધી આવી જશે કે તમારી સરકારને બચાવી મુશ્કેલ થઈ જશે. ત્યારે રાજનીતિના જાણકારોએ મોદી સરકારના આ નિવેદનને રાજનીતિક નિવેદન માન્યું હતું.

કોઈને પણ ભરોસો નહતો કે મોદીની આ વાત હવે સાચી સાબિત થશે. હવે જે રીતે એક એક કરીને તૃણમૂલ ધારાસભ્યો પાર્ટી નો સાથ છોડીને ભાજપમાં જોડાઇ રહ્યા છે આનાથી મોદી ની ભવિષ્યવાણી સાચી સાબિત થવાની સંભાવના દેખાઈ રહી છે. અલીપુર જિલ્લાના કાલાચીની ના ધારાસભ્ય વિલ્સન સોમવારે ભાજપામાં જોડાવાથી મમતા સરકાર ઉપર ખતરાની ઘંટી વાગતી નજર આવી રહી છે. પ્રદેશ ભાજપા અધ્યક્ષ દિલીપ ઘોષે દાવો કર્યો છે કે મમતા સરકાર રાજ્યમાં પોતાની બહુમતી ગુમાવી ચૂકી છે.

આગળની વિધાનસભા સત્રમાં પ્રદેશ સરકાર નું વિશ્વાસના મત નું પરીક્ષણ થશે ત્યારે સરકાર બહુમત પ્રાપ્ત નહીં કરી શકે અને રાજ્યમાં નવી સરકાર બનવાનો રસ્તો સાફ થઈ જશે. ઘોષે આ દાવો તૃણમૂલના એક વધુ ધારાસભ્યોને ભાજપમાં પદ અપાવતી વખતે કર્યો હતો. જોવાનું એ છે કે વિલ્સન અને દક્ષિણ દીનાપુર જિલ્લા પરિષદ ના અધ્યક્ષ વિપ્લવ રાય પણ ભાજપમાં સામેલ થઇ ગયા છે.

દિલ્હી સ્થિત ભાજપા મુખ્યાલયમાં રહેલા બધાએ પશ્ચિમ બંગાળના પાર્ટી પ્રભારી કૈલાશ વિજયવર્ગીય અને ઉત્તર પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ, પાર્ટી નેતા મુકુલ તેમજ બૈરકપુર ના સાંસદ અર્જુનસિંહ ની ઉપસ્થિતિમાં ભાજપાની સદસ્યતા ગ્રહણ કરી. 18 સદસ્યો વાળી દક્ષિણ દીનાજપુર જિલ્લા પરિષદ અધ્યક્ષ સહિત દસ સભ્યોએ ભાજપામાં સામેલ થવાથી બોર્ડ ઉપર ભાજપનું પ્રભુત્વ વધી ગયું છે.

પૂરી ફિલ્મ હજી બાકી છે….

કૈલાશ વિજયવર્ગીય કહ્યું કે દક્ષિણ દિનાજપુર જિલ્લા પરિષદના બીજા ચાર સદસ્યો ભાજપમાં સામેલ થવા માટે તૈયાર છે. મુકુલ રાયે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના ઘણા બધા ધારાસભ્યો, જિલ્લા પરિષદના સભ્યો ભાજપમાં સામેલ થવા માગે છે. અત્યારે જે થઈ રહ્યું છે તે ફિલ્મનું ટ્રેલર છે ,પૂરી ફિલ્મ હજી બાકી છે. તૃણમૂલ નેતાઓનો ભાજપમાં સામેલ થવાનો આ સિલસિલો સાત ચરણમાં થશે. ત્યારબાદ મમતા સરકાર અલ્પ મતમાં આવીને પડી જશે.

સભ્યો છોડી રહ્યા છે સાથ…

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના પરિણામ બાદ તૃણમૂલ ધારાસભ્યો મમતા નો સાથ છોડી રહ્યા છે. આના પહેલા 18 જૂને બનાગાવ થી તૃણમૂલ ધારાસભ્ય વિશ્વજીત દાસ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત બાર પાર્ષદોએ પણ tmc છોડીને ભાજપા જોઈન્ટ કરી હતી. આના પેલા નોઆપાડાના તૃણમૂલ ધારાસભ્ય સુનિલ સિંહે 12 પાર્ષદો અને એક કોંગ્રેસ પાર્ષદની સાથે ભાજપનું સભ્યપદ લીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *