ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

સુભાષચંદ્ર બોઝની જયંતી પર મમતા બોલી- હવે લોકોનું લોહી ચૂસી રહી છે બીજેપી

Mamata speaks on the birth anniversary of Subhash Chandra Bose - BJP is sucking the blood of people now

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીના અવસરે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે.ગુરુવારે મમતા બેનર્જીએ કહ્યું કે મોદી સરકારે નેતાજીના યોજના આયોગને બંધ કરી દીધો. અમારા હૃદયમાં નેતાજી માટે ખૂબ મોટી જગ્યા છે.

નેતાજી સુભાષચંદ્ર બોઝે 12 મે, 1940માં ઝાડગ્રામમાં એક જનસભાને સંબોધિત કરતા હિંદુ મહાસભાની આલોચના કરી હતી, આ વિચાર આજે ખૂબ પ્રાસંગિક છે.

CM મમતા બેનર્જીએ કહ્યું, મને ખબર છે કે નેતાજી જે પ્રકારના નેતા હતા આપણને હવે એવા નેતા નહીં મળે. તેઓ હિંદુ મહાસભાના વિરોધમાં ઊભા થયા. તેમણે ધર્મનિરપેક્ષતા ની વાત કરી.

બીજેપીએ નેતાજી દ્વારા લાવવામાં આવેલ યોજના આયોગને બદલી નાખ્યો અને પૂરો કરી દીધો. સ્વતંત્રતા સંગ્રામ દરમ્યાન નેતાજીએ સૂત્ર આપ્યું હતું કે-તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા. હવે આ લોકો બધું ભૂલી ગયા છે . બીજેપી વાળા હવે લોકો નું ખૂન ચૂસી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.