એક મહાશયે પૂછ્યું- “મહિલાને સેક્સી બનાવવાની દવા જણાવો” પછી દવા રૂપે મળી આ બે…

TrishulNews.comઅમારી  યુ ટ્યુબ  ચેનલ સબસ્ક્રાઈબ કરો 

દુનિયામાં વિચિત્ર વિચિત્ર લોકો જોવા મળે છે. ચાલો માની લઈએ કે કોઈ રોગ થયો હોય તો તેની દવા શક્ય છે. પણ એક માણસની વાત કરીએ છીએ જેણે એક એવો સવાલ પૂછ્યો છે જેની કોઈ લોકોએ આજ સુધી કલ્પના નહિ કરી હોય. એક આવા જ મહાન વ્યક્તિની વાત કરીએ છીએ.

આ મહોદય ફેસબુક પર છે. પ્રોફાઈલ ફોટોમાં તેમણે પોતાની સેલ્ફી લગાવી રાખી છે. ફોટામાં પાછળ સ્ત્રીઓની સિવેલી કુર્તિઓ ટીંગાયેલી દેખાઈ રહી છે. જેનાથી અંદાજો લગાવી શકાય છેકે, આ મહોદયનું બુટિક છે. કવર ફોટોમાં પોતાના પરિવારનો ફોટો લગાવેલો છે. બે બાળકો બેઠા છે. અને બાજુમાં એક સ્ત્રી બેઠેલી છે. ફોટા પર લોકોએ “નાઈસ ફેમિલી” કમેન્ટ કર્યુ છે. જેનાંથી અનુમાન લગાવી શકાય છેકે, આ મહોદય પરણિત છે અને સાથે બે બાળકો પણ છે. હવે જણાવીએ કે તેમણે શું કર્યુ છે. તેમણે ફેસબુકનાં પેજ પર પુછ્યુ છેકે, સ્ત્રીને સેક્સી કેવી રીતે કરી શકાય, તેની કોઈ દવા હોય તો જણાવો?

પહેલા તો સેક્સી શબ્દનો મતલબ જણાવી દઈએ કે આકર્ષક, કામોત્તેજક અને ઉત્તેજીત કરનારી. આ શબ્દનો સીધો સંબંધ કોઈ પુરુષ કે સ્ત્રીનાં શરીર સાથે છે. એટલેકે આ મહોદય કોઈ સ્ત્રીનાં શરીરને આકર્ષક બનાવવા માંગે છે. એ પણ દવાની મદદથી. તે સ્ત્રીને કોઈ બિમારી નથી તે પુરી રીતે સ્વસ્થ છે. પરંતુ આ મહોદય તેમ છતાં તે સ્રીને દવા આપવા માંગે છે. જેથી પોતાને આરામ મળી શકે. હવે આ વાતચીત તમને અહીં દેખાડવામાં આવી રહી છે.

Loading...

હવે આ મહાન માણસે સવાલ કર્યો છે તો તેમને જવાબ રૂપે પણ કઈક કહેવામાં આવ્યું છે. જેની અંદર તેમને દવા જણાવવામાં આવી છે કે બે ગોળી સવાર-સાંજ પાણી સાથે ખાવાની સલાહ આપવામાં આવી છે. એક ગોળીનું નામ કંસેંટ. એટલેકે સ્ત્રીની સહમતિ. બીજી દવાનું નામ છે. મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ. આનો અર્થ એટલે એક-બીજાનું સન્માન. જો આ મહોદય આ બંને ગોળીઓનું નિયમિત સેવન કરે તો તેમની સમસ્યા સોલ્વ થઈ જશે.

કોઈ પણ મહિલા સાથે સેક્સુઅલ સબંધ બનાવવા માટે સૌથી જરૂરી તેની સહમતિ હોય છે. એક પરિણીત જોડાની વચ્ચે આ સહમતિ હોવી ખાસ જરૂરી છે. સંબંધ ત્યારે સારો હોય છે જ્યારે સંબંધમાં ઈન્વોલ્વ બંને લોકો એક-બીજાનું સન્માન કરે. હવે આ મહોદયને જવાબ તો મળી ગયો છે પરંતુ આ જવાબ તેમને સમજમાં આવ્યો કે નહી તેની ગેરંટી આપી ન શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.