અમદાવાદીએ પોતાના શરીરને ચાંપી આગ અને પછી થયું એવું કે- કારણ જાણીને રુંવાડા ઊભા થઇ જશે

Published on: 12:24 pm, Wed, 13 January 21

હાલના કોરોના મહામારીના લીધે મોટાભાગના લોકોને આર્થિક મુશ્કેલી સર્જાઈ છે. કોરોના મહામારીના લીધે હાલમાં આપઘાતના કેસ પણ વધી રહ્યા છે. મોટા ભાગના લોકો કોરોના મહામારીથી થતી આર્થિક મુશ્કેલીથી કંટાળીને આપઘાત કરવા માટે પ્રેરાય છે. તેવામાં અમદાવાદના એક વ્યક્તિ એ આપઘાત કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે.

અમદાવાદ શહેરનાં ઘાટલોડિયા વિસ્તારનાં સમર્પણ ટાવરમાં એક આત્મહત્યાનો બનાવ બહાર આવ્યો છે. બનાવનાં પગલે આજુબાજુ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અત્યાર સુધી આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસ દ્વારા આ વિશે આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. આ સંપૂર્ણ બનાવ CCTVમાં કેદ થઇ ગયો છે.

સૂત્રોનાં જણાવ્યા મુજબ આ વ્યક્તિએ અગાઉ તેની જાતને આગ લગાવી હતી તેમજ પછી બળતરા સહન ન થવાથી પાંચમા માળ પરથી મોતની છલાંગ લગાવી હતી.

સળગીને પાંચમા માળ પરથી લગાવી છલાંગ
આ વિશે મળેલ પ્રાથમિક માહિતી મુજબ, અમદાવાદ શહેરનાં સમર્પણ ટાવરમાં જયપ્રકાશ નામનાં વ્યક્તિ દ્વારા સળગીને ટાવરનાં જ પાંચમા માળ પરથી નીચે છલાંગ લગાવવામાં આવી છે. આ વ્યક્તિએ શા માટે આપઘાત કર્યો એ વિશે હજી પણ તપાસ ચાલુ છે.

ત્યાંનાં સ્થાનિકોમાં એ વાત અંગેની ચર્ચાએ જોર પકડ્યુ છે કે, કોઈ આટલી ક્રૂરતાથી તેની જાતને કઈ રીતે મારી શકે? મૃતકનાં પરિવારમાં કુલ 4 વ્યક્તિઓ છે. અત્યારે ઘાટલોડિયા પોલીસ આ વિશે CCTV ફોટા મેળવીને વધારે તપાસ ચાલુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle