મધ્ય પ્રદેશમાં એક વ્યક્તિને ખોદકામ વખતે બે કરોડનો હીરો મળ્યો

Published on Trishul News at 11:14 AM, Sun, 15 September 2019

Last modified on September 15th, 2019 at 11:14 AM

હીરાની ખાણો માટે પ્રખ્યાત મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં એક વ્યક્તિને ખોદકામ દરમિયાન શુક્રવારે 29 કેરેટ 46 સેન્ટનો ઉજ્વલ ગુણવત્તાનો ખૂબ જ કિંમતી હીરો મળી આવ્યો છે. હરાજી દરમિયાન આ હીરો દોઢથી બે કરોડ રૂપિયામાં વેચાય તેવી શક્યતા જણાઈ રહી છે.

તસ્વીરો પ્રતીકાત્મક સ્વરૂપે છે..

પન્ના જિલ્લાના કલેક્ટર કર્મવીર શર્માના જણાવ્યા પ્રમાણે બ્રિજેશ ઉપાધ્યાય નામની વ્યક્તિને શુક્રવારે ઉજ્વલ ગુણવત્તાનો ખૂબ જ મૂલ્યવાન હીરો હાથ લાગ્યો છે જેનું વજન 29 કેરેટ 46 સેન્ટ જેટલું છે.

બ્રિજેશ ઉપાધ્યાયને તે હીરો પન્નાથી આશરે 15 કિમી દૂર આવેલા કૃષ્ણકલ્યાણપુર પટ્ટામાં ખાણના ખોદકામ દરમિયાન મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આટલો મોટો હીરો મળવો બહુ દુર્લભ ઘટના ગણાય છે.  બ્રિજેશ કુમાર આશરે 25 વર્ષથી ખાણોના ખોદકામના સંચાલન સાથે સંકળાયેલા છે. તેઓ મજૂરો પાસે ખોદકામ કરાવે છે અને ઘણી વખત જાતે પણ ખાણ ખોદવાનું કામ કરે છે.

આ હીરો તેમણે કાર્યાલયમાં જમા કરાવી દીધો છે અને હરાજી બાદ તેની જે કિંમત મળશે તેમાંથી ટેક્સ કપાઈને તેમને બાકીની રકમ પહોંચાડવામાં આવશે. આ હીરો આશરે દોઢથી બે કરોડ રૂપિયામાં વેચાય તેવી શક્યતા જણાઈ રહી છે. બ્રિજેશ ઉપાધ્યાયને અગાઉ ખોદકામ દરમિયાન 4-5 સેન્ટના નાના હીરાઓ મળેલા છે પરંતુ પ્રથમ વખત જ આટલો મોટો હીરો મળી આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "મધ્ય પ્રદેશમાં એક વ્યક્તિને ખોદકામ વખતે બે કરોડનો હીરો મળ્યો"

Leave a comment

Your email address will not be published.


*