લોકડાઉનમાં પતિ-પત્નીના ઝગડાઓ પહોચ્યા ચરમસીમાએ, પતિને ના છૂટકે ભરવું પડ્યું આવું પગલું, જુઓ વિડીઓ

એક તરફ કોરોના વાયરસના કારણે સરકારે લોકોને કોરોનાથી બચવવા ઘરમાં કેદ કર્યા છે, અને અહિયાં બીજી બાજુ ઘરમાં ને ઘરમાં રહી પતિ-પત્નીના ઝગડાઓ દિવસેને દિવસે…

એક તરફ કોરોના વાયરસના કારણે સરકારે લોકોને કોરોનાથી બચવવા ઘરમાં કેદ કર્યા છે, અને અહિયાં બીજી બાજુ ઘરમાં ને ઘરમાં રહી પતિ-પત્નીના ઝગડાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. લોકડાઉન પછી પતિ-પત્ની વચ્ચેના ઝઘડા સતત વધતા હોવાના મામલા બહાર આવી રહ્યા છે. લોકડાઉનમાં ઘરમાં જ કેદ થયેલા લોકો હવે કંટાળી ગયા છે. અને લોકડાઉનથી લોકોના સ્વભાવ પણ ચીડિયા થવા માંડ્યા છે. ઘરમાં ને ઘરમાં નાની-નાની વાતોમાં ગુસ્સે થઇ જતા હોય છે. આવી જ એક ઘટના અહિયાં બની છે.

એક નહિ જેવી વાતમાં એક માણસ ઘરની બાલકની માંથી લટકી ગયો હતો. જયારે કારણ સામે આવ્યું હતું ત્યારે જાણ થઇ કે આ વ્યક્તિની પત્ની તેની ચટાકેદાર વાનગી ખાવાની ડિમાન્ડ પુરી નહોતી કરતી. આ કારણે આ માણસે આવું પગલું ભર્યું હતું. અમદાવાદ શહેરના ચાંદખેડામાં આવેલા કેશવ એપાર્ટમેન્ટમાં પતિએ પોતાની પત્નીને ચટાકેદાર જમવાનું બનાવવા માટે કહ્યું. આ વાતથી પત્નીનો બાટલો ફાટ્યો અને બંને વચ્ચે બબાલ શરૂ થઈ ગઈ. પતિ પણ ગુસ્સામાં પત્નીને વળતો જવાબ આપવા આત્મહત્યા કરવા માટે ફ્લેટની ગેલેરીમાંથી લટકી ગયો.

જોકે ફ્લેટના અન્ય રહીશોએ મળીને પતિને બાલ્કનીમાંથી ખેંચીને નીચે પડતા બચાવી લીધો અને પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવી આપ્યું હતું. આ દરમિયાન કોઈ રાહદારીએ નીચેથી ઘટનાનો વિડીયો ઉતારી લેતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસે આ મામલે તપાસ કરતા કેટલીક વિગતો બહાર આવી હતી. ચાંદખેડા પોલીસનું કહેવું છે કે, તપાસ કરતા આ વિડીયો કેશવ એપાર્ટમેન્ટનો હોવાનું સામે આવ્યું હતું અને ત્રણ દિવસ પહેલા આવી ઘટના બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *