સુરતમાં ધોળાદિવસે યુવતીની છેડતી કરનાર રોમિયોના સુરત પોલીસે એવા હાલ કર્યા કે…

Published on: 5:36 pm, Sat, 27 February 21

હાલમાં એવાં બનાવો સતત બની રહ્યા છે જેમાં મહિલા સલામતી પર પ્રશ્નો ઉભા થાય. આ દરમિયાન હવે ધોળેદહાડે યુવતીની છેડતીનો બનાવ સામે આવ્યો છે. અહી એક યુવતી તેની ગાડી પાર્ક કરી રહી હતી ત્યારે છેડતી થઈ હતી. ત્યારે પોલીસ કન્ટ્રોલ રૂમમાં તાત્કાલિક જાણ કરતા પોલીસ દ્વારા સડકછાપ રોમિયોની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ આ બનાવ હીરાના કારખાનામાં કામ કરતી એક યુવતી સાથે બન્યો હતો. તે પોતાનું વાહન પાર્કિંગ એરિયામાં પાર્ક કરી રહી હતી. તે સમયે એક યુવક તેની પાસે આવ્યો હતો. યુવતી ગાર્ડ પાર્ક કરી રહી હતી ત્યારે યુવકે તેને છમીયા કહીને બોલાવી હતી.

ત્યારે યુવક આટલુ કહીને અટક્યો હતો. ત્યારબાદ તેણે યુવતીને આઈટમ કહીને તેનો હાથ પણ પકડી લીધો હતો. આ જોઈ યુવતી ગભરાઈ ગઈ હતી, અને તેણે બૂમાબૂમ કરી હતી. યુવતીએ બૂમાબૂમ કરતા તેના કંપનીના માલિક ત્યાં તેની મદદે દોડી આવ્યા હતા. આ દરમિયાન યુવકે યુવતી અને તેના બોસને ચપ્પુ બતાવીને ધમકી આપી હતી.

આખરે કંપનીના સંચાલકો દ્વારા પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. જેથી વરાછા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. પોલીસે યુવતીની છેડતી કરનાર યુવકની ધરપકડ કરી છે. આ યુવકનું નામ વિકાસ જનનીશાદ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા તેની પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટના સુરતના વરાછામાં બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle