વડોદરામાં લાખો રૂપિયાની કાર લઈને આવેલ શખ્સ ફૂલછોડનું કુંડુ લઈને ફરાર- CCTV માં કેદ થઈ ઘટના

Published on: 11:21 am, Sun, 24 October 21

ગુજરાત: ગઈકાલે વહેલી સવારમાં જ વડોદરા શહેર (Vadodara City) ના ઓલ્ડ પાદરા રોડ (Padra Road) પર આવેલ કેફે બહાર આવેલ એક શખ્સ કારમાં કેફેની બહાર મુકેલુ કુંડુ 11 લાખની કાર (The car) ની ડીકીમાં મુકીને ચોરી (Theft) ને લઇ જતો હોવાની ઘટના CCTVમાં કેદ થઈ છે. ચોરીની આ અજીબોગરીબ ઘટના સામે આવતા એક તબક્કે કેફે માલિક પણ આશ્રર્યમાં મુકાયો હતો.

ફૂલછોડ માટેના કુંડાની ચોરી:
તહેવારનાં ટાણે લોકો બહારગામ જતા હોવાને લીધે ચોરીના કેટ-કેટલાય કિસ્સાઓ સામે આવતા હોય છે પણ વડોદરા શહેરમાં તો ચોરીનો એવો અજીબ કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને થોડી વાર તો ચોંકી જ જશો. સામાન્ય રીતે ચોર પૈસા, કિંમતી માલસામાન તેમજ અન્ય મોંઘી વસ્તુઓની ચોરી કરતા હોય છે. જયારે વડોદરામાં શનિવારની વહેલી સવારે ફૂલછોડ માટેના કુંડાની ચોરી સામે આવી હતી.

કાર લઈને આવેલા ઈસમે કુંડાની ચોરી કરી:
સમગ્ર ઘટનાની વિગત એવી મળી છે કે, શહેરમાં આવેલ ઓલ્ડ પાદરા રોડ પર બ્રુ-13 કેફે આવેલ છે. કેફેની બહાર એક કારમાં શખ્સ આવે છે. કાર ઇકો સ્પોર્ટ હોવાનું તેમજ તેની કિંમત 11 લાખ રૂપિયાની આસપાસ હોવાનું જાણવા મળ્યું છે. કારમાંથી એક શખ્સ નીચે ઉતરીને ફોન પર વાત કરે છે.

આ ફોન પર વાત કરતાની સાથે શખ્સ કારની આસપાસ આંટા મારી રહ્યો છે. 1 મિનિટ જેટલો સમય ફોન પર વાત કરીને શખ્સ કારની ડીકી ખોલે છે. બાદમાં પાસેના બ્રુ-13 કેફેની બહાર મુકેલ કુંડુ ઉઠાવીને કારની ડીકીમાં મુકી રવાના થઇ જાય છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઈ છે.

સંચાલકને અન્ય કુંડાઓ ચોરી થઇ જવાનો ભય:
અહીં નોંધનીય છે કે, કેફેની બહાર હજુ પણ ત્રણથી વધારે કુંડાઓ બહાર મુકી રાખવામાં આવ્યા છે. હવે સંચાલકને બીજા કુંડાઓ ચોરી થઇ જવાનો ડર સતાવી રહ્યો છે. લાખો રૂપિયાની કારમાં કુંડુ ચોરી જવાની ઘટનાને લીધે પરિચીતોમાં ભારે કુતુહલ સર્જાયું છે. હવે આ મામલે આગળ શું કાર્યવાહી કરવી એ અંગેનાં સંચાલકો વિચાર વિમર્શ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.