શરુ બસમાં પેન્ટની ચેઈન ખોલીને બેસી ગયો નરાધમ, અને પછી… જુઓ શર્મસાર કરતી ઘટનાનો લાઈવ વિડીયો

Published on: 1:46 pm, Tue, 23 May 23

Man inside Bus over Opens Pant Zip, Viral Video: પબ્લિક પ્લેસ પર ઘણીવાર લોકો એવી હરકત કરી બેસે છે, આપણે પણ શરમથી માથું નીચું કરી દઈએ છીએ. આ પ્રકારની ઘટના સોશિયલ મીડિયા પર અવારનવાર સામે આવી રહી છે. હાલ આવો જ એક વિડિયો (Viral Video) સામે આવ્યો છે જેમાં, એક વ્યક્તિ મહિલાઓ સામે ન કરવાની અશ્લીલ હરકતો કરી રહ્યો છે. આ વીડિયોમાં એક શખ્સ શરૂ બસમાં મહિલાઓ સામે ગંદી હરકતો કરવાનું શરૂ કરી દે છે. ત્યારે આ મહિલાઓ તેનો વિરોધ કરે છે અને ત્યાર પછી આ નરાધમ ડ્રાઇવર સાથે મારપીટ કરીને ત્યાંથી ભાગી જાય છે. તમને જણાવી દઈએ કે, આ વિડીયો ક્યાંનો છે? તેની કોઈ પણ માહિતી સામે આવી નથી.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, એક શખ્સ બસમાં બેઠો છે અને તેની બાજુની સીટ ઉપર એક મહિલા બેઠી છે. મહિલાને જોતા જ આ શખ્સ પેન્ટની ચેઈન ખોલીને બેસી જાય છે, અને મહિલા તેને પેન્ટ ની ચેન બંધ કરી દેવાનું જણાવે છે. મહિલાની વાત સાંભળી આ નરાધમ તેની સાથે માથાકૂટ કરવા લાગે છે. ત્યારબાદ ડ્રાઇવર આ નરાધમ બસ નીચે ઉતારી દે છે. તે દરમિયાન ગુસ્સામાં ડ્રાઇવર સાથે મારપીટ પણ કરવા લાગે છે. ત્યારબાદ તે ત્યાંથી ભાગી જાય છે.

હાલ સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, તમને જણાવી દઈએ કે આ વિડીયો ક્યાંનો છે તેનો કોઈ અંદાજો નથી. પરંતુ હાલ આ વીડિયોને જોઈને લોકો ખૂબ રોષે ભરાયા છે, અને કોમેન્ટ બોક્સમાં ભાત ભાતની કોમેન્ટો કરી રહ્યા છે.

વીડિયો જોઈને શું કહ્યું લોકોએ…
આ ઘટનાનો વિડીયો વાયરલ થતાની સાથે જ હજારો વ્યુ મળી ચૂક્યા હતા. આ વીડિયો જોઈને લોકો ગુસ્સેથી લાલચોળ થયા હતા અને કોમેન્ટ બોક્સમાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. એક વપરાશ કરતા એ કહ્યું ‘કદાચ આ વિડીયો કેરલનો લાગે છે’. બીજા યુઝરે કહ્યું ‘આ નરાધમને જેલમાં નાખી દો’. અન્ય એકે લખ્યું ‘આવા લોકોના કારણે જ સમાજમાં બદનામી થાય છે’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.