3 કરોડની લાલચમાં પત્નીએ ભાઈ સાથે મળીને પતિની હત્યા કરવા માટે એવું કાવતરું ઘડ્યું કે…

Published on: 12:03 pm, Sun, 11 April 21

હાલમાં પતિ-પત્નીના સંબંધો વચ્ચેની એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. ત્રણ કરોડ રૂપિયાની વીમા રકમ મેળવવા પત્નીએ તેના પિતરાઇ ભાઈ સાથે મળીને પતિની હત્યા કરી હતી અને તેને અકસ્માત જેવો દેખાડ્યો હતો. જાણવા મળ્યું છે કે, 62 વર્ષના યુવકને તેની પત્નીએ વીમાના પૈસા મેળવવા માટે કારમાં આગ લગાવીને સળગાવી દીધો હતો. આ કામને અંજામ આપવા તેના પિતરાઇ ભાઇ દ્વારા તેમને ટેકો મળ્યો હતો. મળતી માહિતી મુજબ તે લૂમ અને રીઅલ એસ્ટેટનો ધંધો કરતો હતો. તે તાજેતરમાં જ ગયા મહિને અકસ્માતમાં ઘાયલ થયો હતો અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો હતો.

એક દિવસ તેની 55 વર્ષની પત્ની જ્યોતિએ અને તેના પિતરાઇ ભાઇ રાજાએ તેને હોસ્પિટલમાંથી રજા આપી ત્યારે તેમને ઘરે લાવતા હતા. આ દરમિયાન બંનેએ મળીને તેની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. બંનેએ લોકોને કહ્યું કે, તેઓ વાન લઈને બહાર નીકળ્યા ત્યારે તેને આગ લાગી હતી. આગ બાદ બંને કારમાંથી બહાર નીકળ્યા અને પોતાનો જીવ બચાવી લીધો પરંતુ તેઓ જ્યોતિના પતિને બહાર કાઢી શક્ય નહિ.

પોલીસ દ્વારા જ્યારે આ ઘટનાની તપાસ કરવામાં આવી ત્યારે તેમને જ્યોતિ અને તેના પિતરાઇ ભાઇ રાજાના નિવેદનો એક બીજાની વિરુદ્ધ મળ્યાં. આનાથી તે બંને પર તેમની શંકા વધી ગઈ હતી અને જ્યારે સખ્તાઇથી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓએ તેમનું આ ષડ્યંત્ર જાહેર કર્યું. આ મહિલાએ જણાવ્યું હતું કે તેના પતિના અકસ્માતનો 3 કરોડનો વીમો કરાવ્યો હતો અને તેની પર 1 કરોડનું દેવું હતું. ઉધાર આપનારાઓ સતત પૈસા લેવા માટે તેમના પર દબાણ કરતા હતા.

જ્યોતિ અને રાજાએ કબૂલાત કરી હતી કે, જ્યોતિના પતિએ જ તેમને કહ્યું હતું કે તેઓએ મને મારી નાખે અને ઉધારની ચુકવણી વીમાના પૈસા માંથી કરે. ત્યારબાદ જ્યોતિ અને રાજાએ એક યોજના બનાવી અને ગાડી પર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી જેથી અકસ્માત થયો હોય તેવું લાગે અને તેઓને 3 કરોડની વીમા રકમ મળે. પોલીસ દ્વારા હત્યાના ગુનામાં બંનેની ધરપકડ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, જ્યોતિ અને રાજાને સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા છે. આ ઘટના તમિલનાડુમાંથી સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.