ખુલ્લેઆમ રાહુલ ગાંધીને કિસ કરી ગયો યુવક. વિડીયો થયો વાઈરલ.

TrishulNews.com

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ છે. તે વાયનાડની મુલાકાતે છે. રાહુલ ગાંધીએ આ મહિને બીજીવાર તેના સંસદીય ક્ષેત્ર વાયનાડના રાહત શિબિરની મુલાકાત લીધી. આ ક્ષેત્રમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે મોટા પ્રમાણમાં નુક્સાન પહોંચ્યું છે. આ દરમ્યાન લોકોને મળવા માટે રાહુલે ગાડી રોકી અને લોકો તેની જોડે હાથ મળાવવા લાગ્યા. તે દરમ્યાન જ એક યુવક આવ્યો અને રાહુલ ગાંધીને કસીને કીસ કરીને ચાલ્યો ગયો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઘણો વાઈરલ બની રહ્યો છે.

ANI ન્યુઝ એજન્સીએ આ વીડિયોને શેર કર્યો છે. જે ખુબ જ ઝડપથી વાઈરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સાફ-સાફ  દેખાઈ રહ્યું છે કે, રાહુલ ગાંધીની કાર લોકોને જોઈને ઊભી રાખવામાં આવી અને રાહુલને મળવા માટે લોકો પહોંચી ગયા. રાહુલ ગાંધી કારમાં બેઠો હતો. ત્યારે જ એક યુવાન આવ્યો અને રાહુલની જોડે હાથ મળાવ્યો ને તરત જ તેમના ગાલ પર કીસ કરી દીધી.

રાહુલ ગાંધી 4 દિવસ માટે કેરળના વાયનાડની મુલાકાતે છે. ગાંધીએ ચુનગામ અને વલાડના શિબિરોના લોકો માટે રાહત સામગ્રીનું વિતરણ કર્યું અને તેમની મુશ્કેલીઓને પણ સાંભળી. સાથે જ આશ્વાસન પણ આપ્યું કે તે તેમની મદદ કરશે.

Loading...


કોગ્રેસ સાંસદ 29 અને 30 ઓગસ્ટે કોઝિકોડ અને મલ્લાપુર વિધાનસભા ક્ષેત્રના રાહત શિબિરોની પણ મુલાકાત કરશે. બન્ને વિઘાનસભા ક્ષેત્ર વાયનાડ સંસદીય ક્ષેત્ર હેઠળ આવે છે. ગાંધી આ મહિનાની શરૂઆતમાં પણ અહીં આવ્યા હતા. વાયનાડ અને મલ્લાપુર જિલ્લામાં ભારે વરસાદ અને પૂરને કારણે ભૂસ્ખલન થયું છે. જેને કારણે લગભગ 125 લોકો પોતાનો જીવ ગુમાવ્યો.

રાહુલ ગાંધી જોડે આવું પહેલીવાર નથી બન્યું, આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ જ્યારે રાહુલ ગુજરાત વિઝિટ પર હતા તો એક વડીલ મહિલા રાહુલ ગાંધીને માળા પહેરાવવા સ્ટેજ પર ગઈ હતી. તેમણે પહેલા રાહુલ ગાંધીને ગાલ પર કીસ કરી અને ત્યાર પછી તેને માળા પહેરાવી હતી. 2014માં જ્યારે પ્રચાર માટે રાહુલ ગાંધી આસામના જોરહાટમાં પહોંચ્યા હતા તો એક મહિલાએ તેમને ગાલ પર કીસ કરી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.