વિડીયો: વાપીમાં મહિલાની વિધર્મીએ જાહેરમાં કરી છેડતી, પેન્ટ ખોલીને બોલ્યો પોલીસ મારું કાઈ નહિ ઉખાડી લે

Man molested a woman in Vapi : વાપી ગીતાનગરથી એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. એક લબર મુછીયા વિધર્મી યુવકે અશ્લીલ હરકત કરતા કેદ…

Man molested a woman in Vapi : વાપી ગીતાનગરથી એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. એક લબર મુછીયા વિધર્મી યુવકે અશ્લીલ હરકત કરતા કેદ થયો છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વાપીના (Vapi News) એક મહિલા પરીક્ષા ચાલકને એક વિધર્મી તરફથી ખરાબ અનુભવ થતા રીક્ષાચાલક મહિલાએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનને ફરિયાદ કરતા પોલીસે એક્શનમાં આવીને આરોપીને પકડી પાડ્યો હોવાનો અહેવાલ સામે આવ્યા છે, પરંતુ શું છે આ ઘટના જાણો જેને લઈને વાપીમાં આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

ફરિયાદી મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે પોતે સેલવાસથી વાપી રીક્ષા ભાડા કરે છે અને અભદ્ર હરકતો કરતો યુવક પણ પરીક્ષા ચલાવે છે. ઘણા દિવસોથી ફરિયાદીને રિક્ષા ન ચલાવવા માટે વારંવાર ધમકાવી રહ્યો હતો.

Man molested a woman in Vapi

ત્યારે ઘટનાના દિવસે તારીખ 29 ના રોજ બપોરે 1:00 વાગ્યા આસપાસ આરોપીએ પોતાની રીક્ષા ફરિયાદીની રીક્ષા સામે મૂકી દેતા ફરિયાદીને આગળ નીકળવાનું શક્ય બન્યું નહોતું. જેથી ફરિયાદીએ સામે અભાદ્ર હરકત કરનાર આરોપીને વિનંતી કરેલ કે તમારી રિક્ષા આગળ લઈ લો.

આટલું કહેતા ની સાથે જ સામેવાળા બીભત્સ ગાળો આપી અને ચેનચાળા કરી ફરિયાદીને ધમકીઓ આપેલ અને તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દે પોલીસવાળો કશું બગાડી લેવાની નથી આમ કહીને ધમકી આપી હતી. જે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *