લગ્ન પ્રસંગમાં બે મોઢે ઝાપટતા લોકો ખાસ જોઈ લે આ વીડિયો, એક જ વારમાં ભૂલી જશો તમારા બધા ચટાકા…

હાલમાં એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એક લગ્ન સમારોહમાં વ્યક્તિ તેંડૂરમાં રોટલી બનાવતી વખતે થૂંકે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ…

હાલમાં એક આશ્ચર્યજનક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એક લગ્ન સમારોહમાં વ્યક્તિ તેંડૂરમાં રોટલી બનાવતી વખતે થૂંકે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ તે વિસ્તારમાં હંગામો મચી ગયો છે.

વીડિયો જોયા પછી લોકોએ કહ્યું કે, વ્યક્તિની આ ક્રિયાથી કોરોના રોગ ફેલાય છે. કેટલાક અન્ય લોકોએ કહ્યું કે, થૂંકની રોટલી ખાવાથી તેમનો ધર્મ બગડે છે. આ દરમિયાન આરોપી સામે હિન્દુ જાગરણ મંચ વતી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું કે, હિન્દુ જાગરણ મંચના પ્રમુખ સચિન સિરોહીએ પોલીસ સ્ટેશન હાજા ખાતે ફરિયાદ નોંધાવી હતી કે અરોમા ગાર્ડન ગઢ રોડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં નૌશાદ લગ્નમાં રોટલી બનાવતી વખતે થૂંકતા નજરે પડે છે.

ફરિયાદ અનુસાર, જે લોકો ભોજન લે છે તેમને નૌશાદની રોટલીઓ પર થૂંકવાના કારણે કોરોના રોગ થઈ શકે છે. પોલીસે નૌશાદ વિરુદ્ધ આઈપીસીની કલમ 269, 270, 118 અને રોગચાળા અધિનિયમની કલમ 03 હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસના કહેવા મુજબ, નૌશાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તે 16 ફેબ્રુઆરીનો છે. આ વીડિયો મેરઠના અરોમા ગાર્ડનગઢ રોડ પોલીસ મેડિકલ એરિયામાં બનાવવામાં આવ્યો હતો. વીડિયો ખુદ નૌશાદે બનાવ્યો હતો.

આરોપી નૌશાદની પોલીસે શનિવારે સાંજે ધરપકડ કરી હતી. ત્યારબાદ પોલીસે નૌશાદની પૂછપરછ કરી હતી. આ દરમિયાન નૌશાદે કબૂલાત કરી હતી કે, વાયરલ વીડિયોમાં જોવામાં આવેલી વ્યક્તિ તે જ છે. રોટલી બનાવતી વખતે થૂક લગાવ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *