માથામાં 8 ઇંચ લાંબો ખીલ્લો ઘુસી ગયો પણ આ રીતે થયો ચમત્કાર, જાણીને ચોંકી ઉઠશો

An 8 inch long nail was inserted in the head but this is how the miracle happened

કહેવા આવી રહ્યું છે કે, શરીરનો સૌથી નબળો ભાગ હોય તો તે છે આપણું માથું. ઘણીવાર માથાના ભાગ ઉપર નહિવત્ એવી ઈજા પણ વ્યક્તિને જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો કરી શકે છે. આવી જ એક ઘટના બની છે ચીનમાં જ્યાં એક વ્યક્તિના મગજમાં 8 ઈંચ લાંબી ખીલી ઘુસી ગઈ તેમ છતા તે બચી ગયો.

ડૈલીમેલના અહેવાલ અનુસાર, 52 વર્ષીય એક વ્યક્તિ ચીનના ગુઆંગ્ડોંગ વિસ્તારમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેના પર ઓપરેશન કરીને તેના માથામાં ઘુસી ગયેલી ખીલીને કાઢવામાં આવી અને હાલમાં આ  વ્યક્તિ એકદમ સ્વસ્થ થઈ ગયો છે.

જો કે આ વય્ક્તિ વ્યવસાયે કડ્યાકામનું કામ કરી રહ્યો છે. તેઓ એક વિલા રિનોવેટ કરી રહ્યા હતા. ત્યારે તેમના માથના ભાગમાં આ ખીલી ઘુસી ગઈ હતી. જેથી તેની સાથે કામ કરતા અન્ય લોકો તેને તાત્કાલીક હોસ્પિટલ લઈ પહોંચ્યા હતા.

હોસ્પિટલના ડો. ઝાહોએ આ ઈમર્જન્સી બ્રેઇન સર્જરી કરી. આ ખીલી દર્દીના મગજમાં વચ્ચે ચાલી ગઈ હતી. આ ખીલી મગજના બીજા ભાગને અડતી હતી. ઓપરેશન કરવામાં બીજુ મોટો એ ભય હતો કે, જો ખીલીને બહાર કાઢતી સમયે શરીરમાંથી લોહી વધુ પ્રમાણમાં વહી જાય તો દર્દીનું બચવું મુશ્કેલ હતું.

આ ઓપરેશન 3 કલાક કરતા વધારે ચાલ્યું હતું. રાતના 8 વાગ્યે શરું થયેલું ઓપરેશન પોણા બાર વાગ્યે પૂરું થયું હતું. જોકે, ઓપરેશન ભલે સફળ રહ્યું પરંતુ દર્દી આગામી 42 દિવસ સુધી કોમામાં રહી શેક છે. જોકે હોસ્પિટલ મુજબ તેઓ ખૂબ જ જલદીથી રિકવર થઈ રહ્યા છે. તેમજ પોતાની પત્ની, મિત્રો અને સગા સંબંધીઓને ઓળખી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: