યમરાજ લંચ બ્રેક પર ગયા લાગે છે! જુઓ કેવી રીતે વ્યક્તિના પગ નીચેથી મોત સરકી ગયું

Published on: 12:56 pm, Fri, 5 August 22

વાયરલ(Viral): આજના ભાગદોડભર્યા જીવનમાં પોતાના માટે સમય કાઢવો ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. આવી સ્થિતિમાં લોકો આજના આધુનિક સમયમાં થોડો સમય આરામ અને મનોરંજન માટે સોશિયલ મીડિયા(Social media)નો સહારો લે છે. સોશિયલ મીડિયા આજના સમયમાં મનોરંજનનું ખૂબ જ લોકપ્રિય પ્લેટફોર્મ બની ગયું છે, કારણ કે અહીં દરરોજ લાખો વિડીયો(Viral video) શેર કરવામાં આવે છે.

આ વિડીયોમાં ઘણા રમુજી વિડીયો પણ સામેલ છે, પરંતુ કેટલીકવાર આપણને અહીં કેટલાક એવા વિડીયો પણ જોવા મળે છે, જેને જોઈને આપણને સમજાતું નથી કે આ વિડીયો ડરામણો છે કે રમુજી. સોશિયલ મીડિયા પર આવો જ એક મજેદાર અને ડરાવી દેનારો વિડીયો હાલમાં જ જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઇને રુવાડા બેઠા થઇ જશે.

રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત આપણે બધાએ ઘણી વાર સાંભળી હશે, પરંતુ શું તમે ક્યારેય આ કહેવતને સાબિત થતી જોય છે. જો નહિ તો વિડીયો જોઇને તમને ખબર પડશે કે આ કહેવતનો અર્થ શું છે? આ વિડીયો એક દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ સામાન લેવા દુકાને જઈ રહ્યો છે, પરંતુ દુકાનની સામેના ગટરની ઉપરના સિમેન્ટના ફ્લોર પર ચઢતા જ તે ફ્લોર ધડાધડ કરતા નીચે પડી જાય છે, પરંતુ ત્યાં સુધીમાં વ્યક્તિ આ સિમેન્ટનો ફ્લોર પસાર કરી ગયો. આ જોઇને તે વ્યક્તિ પણ ચોંકી જાય છે.

આ ચોંકાવનારો વિડીયો સાગર નામના યુવકે પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે અને આ વિડીયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, જ્યારે યમરાજ લંચ બ્રેક પર હોય ત્યારે આવું થાય છે. કેટલાક યુઝર્સ આના પર ફની કોમેન્ટ કરી રહ્યા છે તો કેટલાક યુઝર્સ તેને ખૂબ જ ડરામણું કહી રહ્યા છે. એક ટ્વિટર યુઝરે કોમેન્ટ બોક્સ પર લખ્યું કે યમરાજ એસબીઆઈ ઓફિસમાં કામ કરી રહ્યા હશે. તો એકે લખ્યું છે કે, જ્યારે તમે તમારી માતાના આશીર્વાદ સાથે બહાર જાઓ છો, ત્યારે મુશ્કેલીઓ ટળી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "યમરાજ લંચ બ્રેક પર ગયા લાગે છે! જુઓ કેવી રીતે વ્યક્તિના પગ નીચેથી મોત સરકી ગયું"

Leave a comment

Your email address will not be published.


*