વરસાદ થી બચવા ઉભા રહ્યા લીમડા નીચે- પણ આવ્યું મોત- જાણો દર્દનાક ઘટના

Published on Trishul News at 6:27 PM, Mon, 30 September 2019

Last modified on October 2nd, 2019 at 2:36 PM

સામાન્ય રીતે આપણે વરસાદ આવે એટલે વૃક્ષ નીચે ઉભા રહી જતા હોઈએ છીએ પણ આ એક જોખમી બાબત કહી શકાય. વરસાદી વાતાવરણમાં જો વીજળી ના કડાકા થતા હોય તો ભૂલથી પણ વૃક્ષ નીચે ઉભા રહેવાની ભૂલ નહી કરતા. કપડવંજ તાલુકાના મોટીઝેર ગામે ૩ લોકો પર વિજળી પડવાની ઘટના પ્રકાશમાં આવી છે.જ્યારે આ બનાવમાં એક વ્યક્તિનુ મોત નિપજયુ હતુ.જ્યારે ૨ વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયા હતા. ખેડા જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો હતો.

ગત મોડી રાતથી જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.આજે દિવસ દરમ્યાન પણ વરસાદી ઝાપટા થયાવત રહ્યા હતા.જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન જિલ્લાના દશ તાલુકાઓમાં ૧૫૪  મીમી વરસાદ નોધાયો હતો.

આ બનાવમાં લાલાભાઇ વસ્તાભાઇ ભરવાડ ઉં.૨૨ નુ ઘટના સ્થળે મોત નિપજયુ હતુ.જ્યારે કરસનભાઇ ચકાભાઇ ભરવાડ અને લાલાભાઇ બાબુભાઇ ભરવાડ વીજળી પડતા દાજી ગયા હતા.તેઓને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮માં કપડવંજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે કરસનભાઇ નાગજીભાઇ ભરવાડે કપડવંજ રૂરલ પોલીસને જાણ કરતા કપડવંજ રૂરલ પોલીસે જાણવા જોગની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "વરસાદ થી બચવા ઉભા રહ્યા લીમડા નીચે- પણ આવ્યું મોત- જાણો દર્દનાક ઘટના"

Leave a comment

Your email address will not be published.


*