વારંવાર હવસનો શિકાર બનાવનાર નરાધમ બાપથી કંટાળીને દીકરીએ કર્યો આપઘાત- માંડવીની આ ઘટના હચમચાવી દેશે

માંડવી(gujarat): આજકાલ વધી રહેલા દુષ્કર્મના બનાવો દરમિયાન ફરીવાર પંડિત શ્યામજીકૃષ્ણ વર્મા(Shyamjikrishna Varma)ની જન્મભૂમિ માંડવી(Mandvi)માં સંબંધોને લાંછન લગાડતો કિસ્સો એક મહિના પછી બહાર આવતાં શરમજનક ઘટનામાં…

માંડવી(gujarat): આજકાલ વધી રહેલા દુષ્કર્મના બનાવો દરમિયાન ફરીવાર પંડિત શ્યામજીકૃષ્ણ વર્મા(Shyamjikrishna Varma)ની જન્મભૂમિ માંડવી(Mandvi)માં સંબંધોને લાંછન લગાડતો કિસ્સો એક મહિના પછી બહાર આવતાં શરમજનક ઘટનામાં સગીર વયની પુત્રીને પોતાનું જીવન સંકેલી લેવા પાછળ પુત્રી(Daughter)ના પિતા(Father)એ જ અનૈતિક સંબંધ બાંધવાનું દબાણ કરી મરવા મજબૂર કરવામાં આવી હોવાની ફરિયાદ ખુદ પુત્રીની માતાએ પતિ વિરુદ્ધ નોંધાવતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ(police) દ્વારા આરોપીની ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાજ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, 20 ઓગસ્ટના દીવાદાંડી નજીક રહેતી સગીર વયની યુવતીએ ઘેર ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક તારણમાં અભ્યાસના કારણસર ફાંસો ખાઈને મૃત્યુ થવાની ઘટના નોંધવામાં આવ્યા બાદ એક મહિના પછી એક નવો વળાંક સામે આવ્યો છે. આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા અંગેનો ગંભીર ગુનો પુત્રીની માતાએ આક્ષેપો સાથે પોતાના પતિ અને મૃતકના પિતા વિરુદ્ધ નોંધાાવ્યો છે. આ શરમજનક ઘટનામાં 9 મહિના પહેલાં મસ્કત-ઓમાનથી પુત્રીને ફોન કરીને આંતરવસ્ત્રો અંગે પૂછીને અશ્લીલ વાતો કરતો હતો.

મળતી માહિતી મુજબ, આ અંગેની વોઇસ-ક્લિપ પોલીસ સ્ટેશનમાં માતાએ આપતાં નરાધમ પિતાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એકની એક પુત્રી ગુમાવનાર માતા ગંભીર આક્ષેપ સાથે પોલીસને જણાવ્યું હતું કે, રાત્રિના ભાગે તેમની પુત્રી સૂઈ જતી ત્યારે તેનો નરાધમ પતિ નશામાં પુત્રીની છાતી ઉપર હાથફેરો કરતો રહેતો અને પોતાની બાહોમાં ખેંચીને બળજબરીપૂર્વક શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કરતો હોવાથી લાડકવાયી પુત્રીએ જીવ ગુમાવ્યો છે. આવો આક્ષેપ હતભાગીની માતાએ પોતાના પતિ વિરુદ્ધ નોંધાવ્યો છે.

આ અંગે માંડવી પોલીસ દ્વારા આરોપી પિતાની ધરપકડ કરીને રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટના અંગે ઇન્ચાર્જ પીઆઇ આર. સી. ગોહિલ તપાસ ચલાવી રહ્યા છે. મસ્કતમાં લોકડાઉન હોવાથી આઠ મહિનાથી વતન માંડવીમાં આવેલા પિતા પોતાની માસૂમ સગીર વયની પુત્રી સાથે એકલતાનો લાભ લઇને શારીરિક છેડછાડ કરતો હતો. આ બાબતે નાની-મોટી બોલાચાલી થતી હતી. આખરે, 20 ઓગસ્ટના પુત્રીએ પિતાની હરકતથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *