જુઓ કેવી ફિલ્મીઢબે રીયલ લાઈફના સિંઘમેં ફોન ચોરી ભાગેલા ચોરને દબોચ્યો- વિડીયો જોઇને કમિશનરે પણ કર્યા વખાણ

જો તમે બોલિવૂડ અને સાઉથની ફિલ્મો જોઈ હોય તો તમે પોલીસકર્મીઓની સુપરપાવર વિશે જાણતા જ હશો. ફિલ્મોમાં જે રીતે પોલીસકર્મી દોડીને, લેમ્પપોસ્ટ ઉખાડીને અને આવા…

જો તમે બોલિવૂડ અને સાઉથની ફિલ્મો જોઈ હોય તો તમે પોલીસકર્મીઓની સુપરપાવર વિશે જાણતા જ હશો. ફિલ્મોમાં જે રીતે પોલીસકર્મી દોડીને, લેમ્પપોસ્ટ ઉખાડીને અને આવા અવિશ્વસનીય સ્ટંટ કરીને બદમાશોની ધુલાઇ કરે છે, તેને જ સુપરહ્યુમન કહી શકાય. ત્યારે આવો જ એક કિસ્સો મેંગલુરુ(Mangaluru)ના રસ્તાઓ પર લોકોને જોવા મળ્યો હતો.

મળતી માહિતી અનુસાર 12 જાન્યુઆરીના રોજ, એક પોલીસકર્મી, શહેરની શેરીઓમાં દોડી રહ્યો હતો, તેણે ટ્રાફિકની વચ્ચેથી નીકળી બિલકુલ ફિલ્મી સ્ટાઇલમાં એક બદમાશનો પીછો કર્યો હતો. મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે પોલીસકર્મી જે વ્યક્તિનો પીછો કરી રહ્યો હતો તે એક કામદાર પાસેથી તેનો મોબાઈલ છીનવીને ભાગી ગયો હતો.

આસિસ્ટન્ટ રિઝર્વ સબ ઈન્સ્પેક્ટર (ARSI) વરુણ આલ્વા મેંગલુરુના નેહરુ ગોવિંદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તેઓને થોડા દૂરથી આ ઘટના જોઈ અને, દોડતા દોડતા વાદળી શર્ટ પહેરેલા એક માણસને પકડ્યો હતો. તેમજ મળતી માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, આરોપીનું નામ હરીશ છે અને તેણે તેના સાથીઓ સાથે મળીને એક મજૂરનો ફોન આંચકી લીધો હતો.

જેનો ફોન આંચકી લેવામાં આવ્યો હતો તે વ્યક્તિ ગ્રેનાઈટ ફેક્ટરીમાં મજુરી કરે છે અને ઘટના બની ત્યારે તે નહેરુ ગ્રાઉન્ડ પર સૂતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે જયારે મજૂરનો ફોન છીનવામાં આવ્યો ત્યારે મજુર પણ આરોપી હરીશની પાછળ ભાગ્યો હતો આ તમામ ઘટના ARSI વરુણે દુરથી જોયું હતું અને ત્યાર બાદ ARSI વરુણે તે આરોપી પાછળ ભાગીને મજૂરનો મોબાઈલ પાછો મેળવ્યો હતો.

પોલીસ કમિશનર એન.શશીના જણાવ્યા અનુસાર, વિભાગ ARSI વરુણ અને તેની ટીમને 10,000 રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *