અહિ પડશે ભાજપની સરકાર, ભાજપી ધારાસભ્ય જોડાયા કોંગ્રેસમાં

ગુજરાત અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસનો ખેલ બગાડનાર bjp નું મણિપુરમાં રાજનીતિક સમીકરણ બગડી ગયું છે. મણિપુરમાં બીજેપીના નેતૃત્વવાળી સરકારના ઉપમુખ્યમંત્રી જય કુમાર સિંહ સહિત કુલ નવ…

ગુજરાત અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસનો ખેલ બગાડનાર bjp નું મણિપુરમાં રાજનીતિક સમીકરણ બગડી ગયું છે. મણિપુરમાં બીજેપીના નેતૃત્વવાળી સરકારના ઉપમુખ્યમંત્રી જય કુમાર સિંહ સહિત કુલ નવ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના ઓપરેશનથી બીજેપીને મણિપુરની સતા ગુમાવવાની સાથે સાથે શુક્રવારે રાજ્યસભા સીટ માટે થનારી ચૂંટણીમાં પણ હારનો સામનો કરવો પડી શકે છે.

જણાવી દઈએ કે 2017માં ચૂંટણી બાદ મણિપુરમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સામે આવી હતી. 28 ધારાસભ્યો સાથે કોંગ્રેસ નંબર વન પાર્ટી બની સામે આવી હતી, જ્યારે ભાજપના ૨૧ ધારાસભ્યો જીત્યા હતા. પરંતુ ભાજપે તમામ કોંગ્રેસી ન હોય તેવા ધારાસભ્યોને પોતાના પક્ષમાં લઈ સરકાર બનાવવામાં સફળ રહી હતી.

બીજેપીએ નાગા પીપલ્સ ફ્રન્ટ ના ચાર, npp ના ચાર, ટીએમસીના એક, એલજેપી ના એક અને એક અપક્ષ ધારાસભ્ય સાથે મળીને સરકાર બનાવી હતી. બીજેપીએ સત્તાની કમાન બીરેન સિંહને સોંપી હતી. બીજેપીએ એનપીપીના ચારેય ધારાસભ્યોને મંત્રી બનાવ્યા હતા. જેમાં જય કુમાર સિંહને ઉપમુખ્યમંત્રી અને નાણામંત્રીની જવાબદારી આપી હતી.

મણિપુરમાં બુધવારના રોજ બીજેપીના ત્રણ ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. તેમાંથી એક ધારાસભ્ય એ પોતાના વિધાનસભા પદ પરથી રાજીનામું આપ્યું છે. આ ઉપરાંત બીજેપીના સાથી પક્ષ એનપીપી, ટીએમસી અને અપક્ષ ધારાસભ્યોએ પોતાનું સમર્થન પાછું ખેંચ્યું છે. તેના બાદ કોંગ્રેસનું કહેવું છે કે ભાજપની સરકાર લઘુમતિમાં આવી ગઈ છે, તેમજ કોંગ્રેસ સરકાર બનાવવામાં લાગી ગઈ છે.

રાજ્યના રાજનીતિક પરિસ્થિતિઓને જોઈ કોંગ્રેસ આજે સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ ઓકરામ સિંહના નેતૃત્વમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. હવે આવી પરિસ્થિતિમાં રાજ્યના રાજ્યપાલ તમામ લોકોની નજર બનેલી છે. હવે જોવાનું એ રહ્યું કે રાજ્યપાલ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની દરખાસ્ત કરે છે કે કોંગ્રેસને સરકાર બનાવવા માટે બોલાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *