ભારત-મ્યાનમારની સરહદે જવાનો ઉપર આતંકવાદીઓ કર્યો હુમલો, ભારતના ત્રણ જવાનો શહીદ

મણિપુરમાં સેનાના જવાનો ઉપર એક ટીમે હુમલો કર્યો છે. આ હુમલામાં સૈન્યના ત્રણ જવાન શહીદ થયા હતા, જ્યારે 6 સૈનિકો ઘાયલ થયા હતા. બુધવારે રાત્રે…

મણિપુરમાં સેનાના જવાનો ઉપર એક ટીમે હુમલો કર્યો છે. આ હુમલામાં સૈન્યના ત્રણ જવાન શહીદ થયા હતા, જ્યારે 6 સૈનિકો ઘાયલ થયા હતા. બુધવારે રાત્રે લગભગ 1.15 વાગ્યે રાજધાની ઈમ્ફાલથી લગભગ 95 કિમી દૂર ચાંદેલ જિલ્લામાં આ ઘટના બની હતી. આ એક ડુંગરાળ વિસ્તાર છે.

સૂત્રોએ જણાવ્યું છે કે, ભારત-મ્યાનમારની સરહદે આવેલા ચાંદેલ જિલ્લામાં સ્થાનિક જૂથ પીપલ્સ લિબરેશન આર્મીના આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવતા 4 આસામ રાઇફલ્સ યુનિટના 3 સૈનિકો માર્યા ગયા હતા અને 6 સૈનિકો ખરાબ રીતે ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોને ઇમ્ફાલના પશ્ચિમ જિલ્લાની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, મણિપુરની સ્થાનિક આતંકવાદી જૂથ પીપલ્સ લિબરેશન આર્મીએ આ હુમલો કર્યો છે. આતંકવાદીઓની શોધમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ સાથે ભારત-મ્યાનમાર બોર્ડર પર જાગરણ વધારવામાં આવ્યું છે.

ગયા વર્ષે નવેમ્બરમાં, આતંકીઓએ ચાંદેલ જિલ્લામાં જ આસામ રાઇફલ્સ કેમ્પ પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ લશ્કરી છાવણીમાં બોમ્બ ફેંકી દીધા હતા. આ પછી બંને તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ પછી, આતંકવાદીઓ નજીકની ટેકરી પર નાસી ગયા હતા. આ હુમલામાં સૈન્યના કોઈ જવાન શહીદ થયા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *