કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના ભાજપ સરકાર પર આકરા પ્રહાર- કહ્યું; ગુજરાતની શાળામાં પૂરતા શિક્ષક પણ નથી

Published on: 10:21 am, Fri, 5 May 23

ગુજરાત(Gujarat): ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Congress) દ્વારા પરિણામ મામલે ભાજપ સરકાર (BJP Govt) પર આકાર પ્રહાર કરતા કહ્યું છે કે, ધોરણ-12 સાયન્સના પરિણામે (12th Science Result) રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં રહેલી મોટી ખામીઓને ઉજાગર કરી રહી છે. રાજ્યની શાળાઓમાં પૂરતા શિક્ષક નથી તથા વિધાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવતું નથી, જેના લીધે ધોરણ-12 સાયન્સના પરિણામ પર અસર પડી છે. આ ઉપરાંત JEE અને NEET જેવી પ્રવેશ પરીક્ષાની જ તૈયારી કરતા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શક્યા નથી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા મનીષ દોશીએ રાજ્યના શિક્ષણ વિભાગ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે, ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં ગત વર્ષ કરતા ઘટાડો નોંધાયો છે. ગત વર્ષ ૬૪ શાળા અને આ વર્ષે માત્ર ૨૭ શાળાનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે.

વધુમાં કહ્યું છે કે, ૧૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે. ગત વર્ષ ૬૧ શાળા હતી આ વર્ષે ૭૬ શાળાનું ૧૦ ટકાથી ઓછું પરિણામ આવ્યું છે. દાહોદ જીલ્લાનું (સ્માર્ટ સીટી) પરિણામ સમગ્ર રાજ્યમાં ઓછું આવ્યું છે. લીમખેડા કેન્દ્રનું માત્ર ૨૨.૨૨ ટકા પરિણામ આવ્યું છે. ગુજરતના ૩૬ કેન્દ્રોમાંથી ૧૭ કેન્દ્રોમાં A1 ગ્રેડમાં શૂન્ય વિધાર્થીઓ છે.

ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહમાં A1 ગ્રેડ મેળવનાર વિધાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. ગત વર્ષે ૧૯૬ વિધાર્થીઓ આ વર્ષે માત્ર ૬૧ વિધાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા છે. ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહમાં A2 ગ્રેડ મેળવનાર વિધાર્થીઓની સંખ્યામાં પણ મોટો ઘટાડો થયો છે. ગત વર્ષે ૩૩૦૩ વિધાર્થીઓ આ વર્ષે માત્ર ૧૫૨૩ વિધાર્થીઓ A2 ગ્રેડમાં આવ્યા છે.

વધુમાં ઉમેરો કરતા કહ્યું હતું કે, રાજ્યની શાળાઓમાં લાંબા સમયથી શિક્ષકોની ખાલી જગ્યા, વર્ગખંડમાં ઘટતું શિક્ષણ કાર્ય, રાજ્ય સરકાર દ્વારા શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓ માટે ફરજના લીધે શિક્ષણ વ્યવસ્થા પર પડી રહી ગંભીર અસરો, ધોરણ ૧૨ના પરિણામ તે શિક્ષણ વ્યવસ્થામાં રહેલી મોટી ખામીઓની પોલ ખોલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.