ચુંટણી પહેલા મનીષ સિસોદિયાએ કર્યા PM મોદીના ભરપેટ વખાણ- જાણો શું કહ્યું…

ગુજરાતમાં ચુંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે, દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) થી લઇ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી…

ગુજરાતમાં ચુંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે, દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) થી લઇ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann) વારંવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આજે દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે છે. આજ રોજ મનીષ સિસોદિયાએ PM મોદીના એક કાર્યના વખાણ કર્યા હતા.

મનીષ સિસોદિયા જણાવ્યું કે, ગુજરાતમાં 48,000 સરકારી શાળાઓ છે. આજે વડાપ્રધાન મિશન એક્સિલન્સનું ઉદ્ઘાટન કરવા આવ્યા. મને એવું લાગી રહ્યું છે કે 27 વર્ષમાં પહેલીવાર આવી સારી શાળાનું ઉદઘાટન થઈ રહ્યું છે. અમે ગુજરાતની તમામ સરકારી શાળાઓની મુલાકાત લીધી છે, અમે જોયું છે કે કોઈ જગ્યાથી છત લીક થઈ રહી છે, ક્યાં કેવી વ્યવસ્થા છે. 48,000 શાળાઓમાંથી 32,000 શાળાઓની હાલત ખરાબ છે. આ 32 હજારમાંથી 18 હજાર શાળાઓ એવી છે કે જેમાં ઓરડા નથી, શિક્ષકો નથી.

વધુમાં મનીષ સિસોદિયા જણાવ્યું એ કહ્યું કે… થોડા સમય પહેલા માનનીય વડાપ્રધાન ગાંધીનગરની એક શાળાનું ઉદ્ઘાટન કરવા ગયા હતા. તેમાં તેમણે બાળકો સાથે એવો ફોટો પડાવ્યો જેવો ફોટો 7 વર્ષથી હું અને અરવિંદ કેજરીવાલ શાળાએ જઈએ છીએ તો ત્યાં શિક્ષકો અને બાળકો સાથે વાત કરીને ફોટો પડાવીએ છીએ. અમને આ જોઈને સારું લાગ્યું કે, દેશના વડાપ્રધાન આજે સરકારી શાળામાં બેસીને બાળકો સાથે ફોટા પડાવી રહ્યા છે.’

તમને જણાવી દઈએ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે, 19 ઑક્ટોબરે ગુજરાતના ગાંધીનગરમાં મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે 5G ((5G Service in India) દેશની શિક્ષણ પ્રણાલીને આગલા સ્તર પર લઈ જશે. પીએમ મોદી બાળકોને કેટલો પ્રેમ કરે છે તે કોઈ રહસ્ય નથી. આવી સ્થિતિમાં, મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના લોન્ચિંગ પહેલા પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે ક્લાસમાં લેક્ચરમાં હાજરી આપી હતી. આ દરમિયાન, વિદ્યાર્થીઓ ટેકનોલોજી દ્વારા કેવી રીતે શીખી રહ્યા છે તે સમજવા માટે તેમણે સ્માર્ટબોર્ડ પર વિદ્યાર્થીના પ્રેજન્ટેશન પણ ધ્યાનપૂર્વક સાંભળ્યું. આ સિવાય પીએમ મોદીએ બાજુમાં બેઠેલા એક વિદ્યાર્થી સાથે પણ વાતચીત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *