Facebook, Whatsapp, Instagram: સર્વર ડાઉન થતા માર્ક ઝકરબર્ગે ગુમાવ્યા અધધધ… આટલા કરોડ રૂપિયા, આંકડો જાણીને ચોંકી જશો

સોમવારે એટલે કે, સૌથી લોકપ્રિય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક (Facebook), ઈન્સટાગ્રામ (Instagram) તથા WhatsApp નું સર્વર સમગ્ર વિશ્વમાં ડાઉન થઈ ગયું હતું. સર્વર ડાઉનની ઘટના…

સોમવારે એટલે કે, સૌથી લોકપ્રિય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક (Facebook), ઈન્સટાગ્રામ (Instagram) તથા WhatsApp નું સર્વર સમગ્ર વિશ્વમાં ડાઉન થઈ ગયું હતું. સર્વર ડાઉનની ઘટના બન્યા પછી ફેસબુકનાં શેરમાં પણ જોરદાર રીતે ધબડકો જોવા મળ્યો હતો તેમજ કંપનીનાં માલિક અને CEO માર્ક ઝકરબર્ગની નેટવર્થમાં ફક્ત એક જ દિવસમાં 45,555 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

બિલ ગેટ્સ કરતાં પણ ઓછી થઈ ગઈ સંપત્તિ: 
સર્વર ડાઉનની ઘટના બન્યા પછી સોમવારે જ ફેસબુકનાં શેરમાં 4.9% નો ઘટાડો આવ્યો હતો તેમજ સપ્ટેમ્બર માસ પછીથી કંપનીના શેરમાં 15% નો ઘટાડો જોવા મળ્યો છે. ફેસબુકનાં શેરમાં પછડાટ પછી 122 અબજ ડોલર રહી ગઈ છે કે, જે થોડા દિવસ અગાઉ 140 અબજ ડોલર હતી. હવે ઝકરબર્ગની સંપત્તિ બિલ ગેટ્સ કરતાં પણ ઓછી થઈ ગઈ છે.

ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ તથા મેસેન્જરની સર્વિસિઝ કલાકો સુધી બંધ રહી:
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ તથા મેસેન્જરની સર્વિસિઝ કલાકો સુધી પ્રતિબંધિત રહી હતી. મેસેજિંગ એપ્સે માત્ર દેશમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં અનેક કલાકો સુધી કામ કરવાનું બંધ કરી નાંખ્યું હતુ. જો કે, કંપનીએ તાત્કાલિક નિવેદન જારી કરતા કહ્યું હતું કે, તે આને બરાબર કરવામાં લાગી છે તેમજ જલ્દી તેને કાર્યરત કરવામાં આવશે.

ભારતમાં મંગળવારે અંદાજે 3 વાગ્યે ફરીથી કામ કરવાનું શરુ કરી દીધું હતું કે, જ્યાં સુધી એપ્સ ડાઉન રહી ત્યાં સુધી સેકંડો યુઝર્સ ખુબ હેરાન થયા હતા. મોટાભાગના લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સર્વર ડાઉન થવા પાછળ મસમોટું નુકસાન વેઠવાનો વારો માર્ક ઝુકરબર્ગને આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *