ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ગુજરાત: પત્નીની સામે જ પતિએ જેઠાણી સાથે બાંધ્યા શારીરિક સબંધ- પછી પત્નીએ જે કર્યું એ જાણી…

ગુજરાત (GUJRAT) માં અવાર-નવાર ભાભી સાથેના આડકતરા સબંધની ઘટનાઓ સામે આવતી હોય છે. આજે ફરી એક વખત ગુજરાતના અમદાવાદમાંથી (ahmedabad) ભાભી સાથેના સબંધની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, પત્નીએ પતિ અને તેની જેઠાણી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરયાદ નોંધાવી છે. મારો પતિ મારી જેઠાણી સાથે એક બેડ પર સુવે છે, હું ઘરમાં હોઉં છતાં તે મારી જેઠાણી સાથે સુવે છે તેવો આક્ષેપ એક પરિણીતાએ કર્યો છે. એટલું જ નહીં તેના પતિ અને જેઠાણીના અનૈતિક સંબંધની જાણ આખા ઘરને છે. ખુદ તેના સાસુએ આ વાત બહાર ન જાય તે માટે ધમકી આપી હતી. આખરે પરિણીતાએ તેના પતિ અને સાસરિયા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

લગ્નના બીજા જ દિવસે સાસુએ પતિ-જેઠાણીના સંબંધની જાણ કરી હતી
ગુજરાતમાં આવેલ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી પરિણીતાએ ચોંકાવનારો આક્ષેપ કરતી ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધવી છે. તેને નોંધાવેલી ફરિયાદ મુજબ તેના લગ્ન સમાજના રિવાજ મુજબ મધ્યપ્રદેશમાં થયા હતા. લગ્ન કરીને તે પતિના ઘરે પહોંચી ત્યારે બીજા દિવસે તેની સાસુએ તેને કહ્યું કે, તારા પતિ અને મોટી વહુ વચ્ચે સંબધ છે પણ તું આંખ આડા કાન રાખજે પહેલા તો પરિણીતા આ વાત નજર અંદાજ કરી પણ થોડા સમય બાદ આ વાત સાચી સાબિત થવા લાગી હતી.

પતિ અને જેઠાણીનો રોમાન્સ ખુલેઆમ થવા લાગ્યો
ફરીયાદી મહિલાએ પોલીસ સ્ટેશનમાં જણાવ્યું કે, એક દિવસ હું વહેલી સવારે મારા પતિને શોધી રહી હતી. ત્યારે મારા પતિ અને જેઠાણી બીજા રૂમમાં કઢંગી હાલતમાં હતા. જે મેં મારી નજરે જોયું છે. ત્યાર બાદ આ વાત પરિણીતાએ તેના પિતાને કહી હતી પરંતુ તેનું ઘર ન તૂટે તે માટે સમજાવી હતી.

પિતાના કહ્યા બાદ પરણીતાએ તેના પતિ વિરુદ્ધ કોઈ પ્રકારની ફરયાદ નોંધાવી ન હતી. પરંતુ થોડા દિવસ બાદ આ સિલસિલો રોજનો અને ખુલેઆમ થવા લાગ્યો અને તેનો વિરોધ કરતા સાસરિયાએ પરિણીતાને ધમકાવી અને માર માર્યો હતો. આ બનાવ બાદ પરિણીતા અમદાવાદ પિતાના ઘરે આવી ગઈ હતી. હાલ આ સંદર્ભે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP