આઈસલેન્ડની મહિલાઓ સાથે લગ્ન કરનારને સરકાર આપશે આટલા પૈસા, જાણો શું છે સત્ય

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટ અનુસાર આઈસલેન્ડની સરકાર ત્યાંની મહિલાઓ સાથે લગ્ન કરનાર અપ્રવાસીઓને દર મહિને 5000 ડોલર આપે છે. આ પોસ્ટ પર…

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટ અનુસાર આઈસલેન્ડની સરકાર ત્યાંની મહિલાઓ સાથે લગ્ન કરનાર અપ્રવાસીઓને દર મહિને 5000 ડોલર આપે છે. આ પોસ્ટ પર હજારો લોકો કોમેન્ટ કરી ચુક્યા છે તો અનેક લોકો તેને શેર કરી વધારે વિગતો મેળવવા તલપાપડ થઈ રહ્યા છે.

આ પોસ્ટ અલગ અલગ પેજ પર છેલ્લા કેટલાય સમયથી શેર થઈ રહી છે. પરંતુ શું છે આ પોસ્ટ પાછળનું સત્ય તે કોઈ જાણતું નથી.

આ પોસ્ટ વાયરલ થતા તેની સત્યતા ચકાસવામાં આવી ત્યારે જાણવા મળ્યું તે આવી કોઈ જ ઓફર કે યોજના આઈસલેન્ડ સરકારની નથી. આ પોસ્ટનો ઉપયોગ માત્ર યૂઝર્સ અને રીડર્સને આકર્ષિત કરવા માટે કરવામાં આવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ 2016થી વાયરલ છે. પરંતુ તેમાં જરા પણ સત્ય નથી. વર્ષ 2016માં પણ આ પોસ્ટ ફેક હોવાની વાત એક સ્થાનિક વેબસાઈટએ કરી હતી. સત્ય એ છે કે આ દેશમાં કોઈપણ અપ્રવાસી ત્યાંની સ્થાનિક મહિલા સાથે લગ્ન કરે તો તેને સરકાર કોઈ રકમ ચુકવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *