Marsha P Johnson: આ મહિલાએ એવું તો શું કર્યું કે છેલ્લા ૨૪ કલાકમાં 50 લાખ લોકોએ એનું નામ ગુગલમાં સર્ચ કર્યું

Published on Trishul News at 4:11 PM, Tue, 30 June 2020

Last modified on June 30th, 2020 at 4:11 PM

માર્શા પી જોહ્ન્સન Marsha P Johnson એ મહિલા છે જેણે દુનિયાને સમલૈંગિકતા અધિકારની ચળવળની શરૂઆત કરીને દુનિયા ભરના સમલૈંગિક ને પોતાના અધિકારો માટે લડવા માટે પ્રેરણા આપી. ગૂગલ ડૂડલે 30 જૂને પોતાના આઇકોનને આ મહિલાને સ્થાન આપીને તેનું સન્માન કર્યું.

માર્શા પી જોહ્ન્સનન એ આફ્રિકન-અમેરિકન, ન્યુ જર્સીની ગે મહિલા હતી. ગે નાં હક્કો માટેની તેની આ લડતની 1960-70 ના દાયકામાં મોટી અસર પડી હતી. આ તે સમય હતો કે,જ્યારે સમાજમાં ગે લોકો સાથે દુર્વ્યવહાર કરવામાં આવતો હતો,ધમકીઓ આપવામાં આવતી હતી. યુનાઇટેડ સ્ટેટ્સમાં આવી ગે મહિલાઓને “માનસિક બિમારી” ધરાવતી યાદીમાં વર્ગીકૃત કરવામાં આવી હતી.

તેનો જન્મ માલ્કોમ માઇકલ્સ જુનિયર તરીકે 24 ઓગસ્ટ,1945 ના રોજ ન્યુજર્સીમાં થયો હતો. 7 ભાઈની એક બહેન હતી. તેના પિતા જનરલ મોટર્સમાં એસેમ્બલી લાઇનનાં વર્કર હતા.તેણે 1963 માં હાઇસ્કૂલ સમાપ્ત કર્યા પછી તે ન્યુયોર્ક સિટી ગઈ હતી. ન્યુયોર્ક સિટીનું ગ્રીનવિચ વિલેજ,કે જ્યાં તેણે પોતાનો સમય પસાર કર્યો હતો, તે  સમ્લેગીકતા ધરાવતાં લોકો માટેનું સાંસ્કૃતિક કેન્દ્ર હતું.

માલ્કમ માઇકલ્સ જુનિયરે કાયદેસર રીતે નામ બદલ્યું અને માર્શા પી. જહોનસન બની ગયું અને તેનું મધ્યમ નામ ‘પી’ તેણે તેની લિંગ પર સવાલ ઉઠાવનારા લોકો માટે દેખીતી રીતે તેનો જવાબ હતો: “પે ઇટ નો માઈન્ડ”.તે એક પ્રભાવશાળી વ્યક્તિ છે,તે સ્વ-ઘોષિત કરાયેલ ડ્રેગ ક્વીન હતી.

જૂન 1969 માં,ન્યુયોર્કમાં પોલીસે ‘ધ સ્ટોનવોલ ઇન’ નામના ગે બાર પર રેડ પાડી હતી.આશરે 200 લોકોને પથ્થરની જેમ બહાર ખેંચીને માર મારવામાં આવ્યો હતો.એ સમયે માર્શા પી જોહ્ન્સન પણ હતો.પોલીસની ક્રુરતા સામે ઊભા રહેનારા થોડા લોકોમાં તે પણ એક હતી.હિંસક વિરોધ થયા અને પ્રથમ વખત ગે લોકો તેમનાં હક મેળવવાં માટે રોડ પર આવ્યા,અને તે એક વિશ્વવ્યાપી ચળવળ બની.

ન્યુયોર્ક પોલીસ વિભાગે, 2019 માં માફી માગી હતી,અને જણાવતાં કહ્યું હતું કે, “એનવાયપીડી દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી ખોટી હતી.”

તે એક ગે લિબરેશન ફ્રન્ટની સ્થાપક સભ્ય હતી,અને તેનાં નજીકના મિત્ર સિલ્વીયા રિવેરા સાથે મળીને તેણે એક કાર્યકર્તા જૂથ સ્ટ્રીટ ટ્રાન્સવેસાઇટ એક્શન રિવોલ્યુશનરીઝ (S.T.A.R.) ની પણ સ્થાપના કરી હતી.માર્શા પી જોહ્ન્સને મંચ પર હોટ સ્પીચ સાથે રજૂ કર્યું.1987-1992 સુધી,તે એઈડ્સની કાર્યકર હતી અને જાગૃતિ લાવવા માટે તેણે સખત મહેનત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "Marsha P Johnson: આ મહિલાએ એવું તો શું કર્યું કે છેલ્લા ૨૪ કલાકમાં 50 લાખ લોકોએ એનું નામ ગુગલમાં સર્ચ કર્યું"

Leave a comment

Your email address will not be published.


*