વિડીયો દ્વારા જુઓ ચમત્કારિક ગિલોયનો ઉકાળો બનવવાની રીત- રોગપ્રતિકારક શક્તિમાં કરશે ધરખમ વધારો

Published on Trishul News at 9:46 AM, Wed, 5 May 2021

Last modified on May 5th, 2021 at 9:46 AM

કોરોના સંક્રમણના વધતા કેસો દરમિયાન બોલીવુડ સેલીબ્રીટી ખરાબ સમયમાં લોકોની મદદ કરવા પોતાની રીતે કંઈકને કઈક મદદ કરી રહ્યા છે. આ ખરાબ સમયમાં લોકોની મદદ કરવા માટે સોનું સુદ જેવા એકટર આગળ આવે છે. તેમના માટે મદદ કરવાની સૌથી સારી રીત સોશિયલ મીડિયા છે, જેના દ્વારા તેઓ તેમના ચાહકોને સલામત રહેવાનો સંદેશ આપે છે.

તાજેતરમાં ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પ્રતિરક્ષા વધારવા ગિલોયના ઉકાળોની રેસીપી શેર કરી. વિડિયો શેર કરતી વખતે, તેમણે આ ગિલોયનો ઉકાળો કેવી રીતે તૈયાર કરવો તે જણાવ્યું, “ગિલોય/ગુડુચીનો ઉકાળો- 50 મિલી એક એન્ટીસેપ્ટિક, રોગપ્રતિકારક શક્તિ વધારતી મિશ્ર દવા જેવા ઘણા બધા સ્વાસ્થ્ય લાભો છે.” તેમણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં વધુમાં જણાવ્યું છે કે, “તેમાં મૂળ અને દાંડી બંનેનો ઉપયોગ કરી શકાય છે.”

ઉકાળો બનાવવાની રીત:
સૂકા ગિલોયના 1 અથવા 2 નાના ટુકડા પાણીમાં મિક્સ કરો.
હવે તેને ઉકાળો.
ઉકળી ગયા બાદ તેને ગાળી લો અને ત્યારબાદ તેનું સેવન કરો.
ઉકાળાનો સ્વાદ કડવો થાય ત્યારે તમે આમળા, આદુ, કાળું મીઠું અથવા મધ ઉમેરી શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Masaba (@masabagupta)

તેમણે કહ્યું કે, આ ઉકાળાની રેસિપીને તેમણે પોતે પણ અજમાવી છે. પરંતુ, દરેક વ્યક્તિમાં આની અસર અલગ અલગ હોઈ શકે. મસાબાએ કહ્યું કે, જ્યાં સુધી સ્વાસ્થ્યની વાત છે ત્યાં સુધી હંમેશા કઈક નવું અજમાવતા પહેલા તેના વિષે માહિતી મેળવવી જોઈએ.:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "વિડીયો દ્વારા જુઓ ચમત્કારિક ગિલોયનો ઉકાળો બનવવાની રીત- રોગપ્રતિકારક શક્તિમાં કરશે ધરખમ વધારો"

Leave a comment

Your email address will not be published.


*