માસ્ક ન પહેરનાર સામાન્ય નાગરિકને બે પોલીસ કર્મીએ એવો ઢોર માર માર્યો કે, તાત્કાલિક બંનેને સસ્પેન્ડ કરવા પડ્યા

દેશમાં કોરોના કેસ વધી રહ્યા છે અને નિયમોનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. જો કે, આ કડકતા દરમિયાન ઘણી વખત સીમાઓ ઓળંગાઈ રહી છે…

દેશમાં કોરોના કેસ વધી રહ્યા છે અને નિયમોનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. જો કે, આ કડકતા દરમિયાન ઘણી વખત સીમાઓ ઓળંગાઈ રહી છે અને કેટલીક વખત સામાન્ય જનતા સાથે તંત્ર દ્વારા હેવાનિયત પણ પાર કરવામાં આવે છે. આવું પહેલીવાર નથી બન્યું આ પહેલા પણ આવા ઘણા બનાવ સામે આવ્યા છે. આ ઘટનામાં એક યુવકે માસ્ક નહોતું પહેર્યું તો બે પોલીસ કોન્સ્ટેબલે રોડ વચ્ચે યુવકને ઢોર માર માર્યો હતો અને માનવતા પર સવાલો ઉભા કર્યા હતા. આ ઘટનાનો વિડીયો પણ હાલ સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે, અને લોકોએ પોલીસની આ બહેરમી પર રોષ વ્યક્ત કર્યો છે.

મળતી માહિતી અનુસાર, ઈન્દોર શહેરમાં મંગળવારે ચેકીંગ ઓપરેશન ચાલી રહ્યું હતું. આ સમય દરમિયાન 35 વર્ષનો એક માણસ માસ્ક વગર જ દેખાયો હતો. પહેલા તો બે પોલીસ કર્મીએ તેને ઉભો રાખ્યો અને અચાનક જ બંને પોલીસે આડેધડ આ યુવકને માર મારવાનું શરુ કરી દીધું હતું. બહેરમીથી મારી રહેલા પોલીસનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો હતો, ​ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓએ બંને આરોપી પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા

જો કે, પોલીસે દાવો કર્યો છે કે, માસ્ક પહેરેલ શખ્સે અગાઉ ગેરવર્તણૂંક કરી હતી અને પોલીસકર્મીઓને અપશબ્દો આપ્યા હતા. અહીં વાયરલ થઈ રહેલા વીડિયોમાં બે પોલીસકર્મીઓ બહેરમી પૂર્વક એક માસ્ક ન પહેરેલા યુવકને મરતા નજરે ચડ્યા છે. જયારે પોલીસ કર્મી યુવાનને મારી રહ્યા હતા ત્યારે તેનો નાબાલિક દીકરો અને અમુક મહિલાઓ તેના પર રહેમની ભીખ માંગી રહી હતી.

પોલીસ અધિક્ષક (પૂર્વ) આશુતોષ બાગરીએ કહ્યું કે વીડિયોમાં દેખાતા બંને કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દેવાયા છે અને શહેરના પોલીસ અધિક્ષક (સીએસપી) ને આ મામલે તપાસ કરવા કહેવામાં આવ્યું છે. આશુતોષ બાગરીએ દાવો કર્યો હતો કે, પીડિતાએ માસ્ક નહોતું પહેર્યું અને કોવિડના નિયમોનું ભંગ કરવા બદલ પોલીસકર્મીઓ દ્વારા તેને અટકાવવામાં આવ્યો હતો.

પોલીસ અધિકારીએ દાવો કર્યો હતો કે આ શખ્સે એક કોન્સ્ટેબલનો કોલર પકડ્યો હતો, ત્યારબાદ બંને કાસ્ટેબલ સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને તેમના પર હુમલો કરવાની શરૂઆત કરી હતી. એસપી આશુતોષ બાગરીએ જણાવ્યું હતું કે, સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ ઘટનાનો વીડિયો પોલીસની છબીને દૂષિત કરવા માટે એડિટ કરીને ક્રોપ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *