“મહાકાય વિસ્ફોટ” ભૂકંપની માફક 25 કિલોમીટર સુધીની ધરા ધ્રુજી- જુઓ વિડીઓ

Published on Trishul News at 3:52 PM, Thu, 8 July 2021

Last modified on July 8th, 2021 at 3:52 PM

દુનિયાના સૌથી મોટા બંદરોમાં સામેલ દુબઈના જેબેલ અલી બંદર પર એક માલવાહક જહાજમાં મહાકાય વિસ્ફોટને કારણે આખું દુબઈ હચમચી ઉઠ્યું હતું. બુધવારના રોજ મોડી રાત્રે થયેલો આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે. દુબઈ શહેરની કેટલીક ઈમારતો ભૂકંપ આવ્યો હોય તેવી રીતે હચમચી ઉઠી હતી અને લોકો હાફળા ફાફળા થઇ ગયા હતા. બંદરથી ૨૫ કિલોમીટર સુધી ભૂકંપ આવ્યો હોય તેવી રીતે ધરા ધ્રુજી ઉઠી હતી. પરંતુ આ વિસ્ફોટમાં જાનમાલને નુકસાન થવાની કોઈ જાણકારી હજુ મળી નથી.

મહત્વનું છે કે, દુબઈના આ બંદર પર અમેરિકન યુદ્ધ જહાજોની પણ અવરજવર રહેતી હોય છે. દુબઈ સરકારના અડીકારીઓના જણાવ્યા અનુસાર, નાના કદના માલવાહક જહાજમાં આ પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેમાં કુલ ૧૩૦ કન્ટેનર મુકવાની ક્ષમતા છે. વિસ્ફોટ થયા બાદ દુબઈ રહવાસીઓ ડરી ગયા હતા અને ઈમારતોની અગાસીઓ પરથી આ ઘટનાનો વિડીઓ કેમેરામાં રેકોર્ડ કરવામાં આવી હતી અને આ ઘટના અંગેનો વિડીઓ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

દુબઈના અધિકારીઓએ જણાવતા કહ્યું હતું કે, જહાજમાં લાગેલી આગમાં કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જહાજના આ કન્ટેનરમાં જ્વલનશીલ પદાર્થના કારને આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. આજુબાજુના જહાજોને કેટલું નુકસાન થયું છે તે હજુ સામે આવ્યું નથી. હાલમાં આ વિસ્ફોટના સ્થળે બળી ગયેલા કન્ટેનરો અને અન્ય કાટમાળ પડેલો હતો.

આ જેબેલ અલી બંદર વિશ્વનું મહત્વનું બંદર ગણવામાં આવે છે. આ બંદરમાં ભારતીય ઉપમહાદ્વિપ, આફ્રિકા અને એશિયાથી આવતા કાર્ગોને હેન્ડલ કરવામાં આવે છે. દુબઈ શહેર અને આસપાસના રાજ્યો માટે આ એક લાઈફ લાઈન સમાન ગણી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "“મહાકાય વિસ્ફોટ” ભૂકંપની માફક 25 કિલોમીટર સુધીની ધરા ધ્રુજી- જુઓ વિડીઓ"

Leave a comment

Your email address will not be published.


*