Factcheck: રશિયાએ યુક્રેનના શહેરી વિસ્તારમાં કર્યો જોરદાર વિસ્ફોટ? જાણો આ વાયરલ વીડિયોનું સત્ય

યુક્રેન(Ukraine): યુક્રેન પર રશિયા(Russia)નો બોમ્બમારો સોમવારે પાંચમા દિવસે પણ ચાલુ રહ્યો હતો. આ દરમિયાન, વોટ્સએપ(WhatsApp) પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે આ…

યુક્રેન(Ukraine): યુક્રેન પર રશિયા(Russia)નો બોમ્બમારો સોમવારે પાંચમા દિવસે પણ ચાલુ રહ્યો હતો. આ દરમિયાન, વોટ્સએપ(WhatsApp) પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે આ યુદ્ધનો હોવાનું જણાવવામાં આવી રહ્યો છે. વીડિયો()માં શહેરી વસ્તીની વચ્ચે એક જોરદાર વિસ્ફોટ(Explosion) જોવા મળી રહ્યો છે, જેના કારણે મોટી જ્વાળાઓ ઉછળી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, યુક્રેનની રાજધાની કિવ(Kiev)માં રશિયન સેના(Russian army)ના બોમ્બે આ કર્યું છે.

સત્ય શું છે?
વાયરલ વિડિયોની સત્યતા જાણવા માટે, અમે ગૂગલ પર તેની કીફ્રેમ્સનું રિવર્સ સર્ચ કર્યું. શોધ પરિણામમાં, અમને આ વીડિયો વાયરલહોગ નામની YouTube ચેનલ પર સમાચાર સાથે મળ્યો.

ચેનલ અનુસાર, આ વીડિયો રશિયાના નોવોસિબિર્સ્ક શહેરમાં 14 જૂન, 2021ના રોજ થયેલા ગેસ વિસ્ફોટનો છે. તે જ સમયે, આ વીડિયો પણ 14 જૂન 2021ના રોજ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો.

તપાસના આગલા તબક્કામાં, અમે ગૂગલ પર તેના સંબંધિત કીવર્ડ્સ સર્ચ કર્યા. શોધ પરિણામમાં, અમને ઘણી આંતરરાષ્ટ્રીય મીડિયા વેબસાઇટ્સ પર તેનાથી સંબંધિત સંપૂર્ણ સમાચાર મળ્યા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 14 જૂન, 2021ના ​​રોજ, રશિયાના નોવોસિબિર્સ્ક શહેરમાં એક પેટ્રોલ સ્ટેશન પર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 6 લોકો ઘાયલ થયા હતા અને 4 લોકો આગની લપેટમાં આવીને ખરાબ રીતે દાઝી ગયા હતા.

તે સ્પષ્ટ છે કે, વાયરલ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર જે દાવો કરવામાં આવી રહ્યો છે તે ખોટો છે. આ વીડિયો રશિયા-યુક્રેન યુદ્ધનો નથી, પરંતુ 14 જૂન, 2021ના રોજ રશિયાના પેટ્રોલ સ્ટેશન પર થયેલા વિસ્ફોટનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *