એકપણ સેકંડ માવા વગર ચલાવી શકતા નથી ગુજરાતીઓ, હવે તો ડ્રોન દ્વારા કરી રહ્યા છે માવાની હેરાફેરી

ખાસ અત્યારના સમયે સમગ્ર ભારતમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. આમાં સામાન્ય જનતાને જે અગવડતાઓ પડી રહી છે, તે વ્યથા ફક્ત એ જ વ્યક્તિ જાણી…

ખાસ અત્યારના સમયે સમગ્ર ભારતમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. આમાં સામાન્ય જનતાને જે અગવડતાઓ પડી રહી છે, તે વ્યથા ફક્ત એ જ વ્યક્તિ જાણી શકે છે. આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ સ્થિતિ ખુબ ગંભીર છે. પણ ગુજરાતમાં ઘણા લોકો એવા સામે આવ્યા છે, કે જેઓ રોજ હજારો લોકોને જમવાનું પૂરું પડે છે.

પણ અહિયાં એક એવી ઘટનાની આપણે વાત કરવાના છીએ જેને સાંભળી તમે ચોંકી ઉઠશો. તમને ખ્યાલ હશે કે ગુજરાતી ભૂખ્યા સુઈ જશે પણ માવા વગર તેમને ચેન પડશે નહિ. ઘણાખરા ગુજરાતીઓને માવાની લત તો હશે. પણ આ લોકડાઉનના સમયમાં માવાનું બંધોબસ્ત ક્યાંથી કરવું? લોકો આ વાતને લઈને ખુબ ચિંતિત છે.

એવામાં મોરબીની એક ઘટના સામે આવી હતી. જેમાં માવાપ્રેમીઓએ માવા માટે ગમે તે કરવા પણ તૈયાર થઇ ગયા હતા. જી હા મિત્રો મોરબીમાં બે યુવકોએ માવાની હેરફેર કરવા માટે ડ્રોનનો સહારો લીધો હતો. એક યુવકે ડ્રોનમાં માવો બાંધી તેના મિત્ર સુધી માવાની હેરફેર કરી હતી. અને આ આખો વિડીઓ ટીકટોક માં બનાવામાં આવ્યો હતો. વિડીઓ વાયરલ થતા મોરબી પોલીસે આ બંને યુવકની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું હતું.

અત્રે ઉલેખનીય છે કે આ બંને યુવકોએ ટીકટોકમાં નામ કમાવા માટે આવા જુગાડનો વિચાર આવ્યો હતો. અને ત્યારબાદ તેમણે આ વિડીઓ બનાવી ટીકટોકમાં વાયરલ કર્યો હતો. તો આ ઘટના પરથી આપણને લાગે કે માવા માટે ગુજરાતી ના કરવાનું પણ કરવા તૈયાર થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *