છેલ્લા 24 કલાકમાં બીજી ઘટના… સુરેન્દ્રનગરમાં 17 લાખના MD ડ્રગ્સ સાથે ત્રણ આરોપી ઝડપાયા

MD drugs worth 17 lakhs caught in Surendranagar: ગુજરાત રાજ્યમાંથી ઠેરઠેર જગ્યાએથી અવારનવાર MD ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે 17 લાખના…

MD drugs worth 17 lakhs caught in Surendranagar: ગુજરાત રાજ્યમાંથી ઠેરઠેર જગ્યાએથી અવારનવાર MD ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે 17 લાખના MD ડ્રગ્સ (Surendranagar) સાથે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. રાજ્યમાં અવારનવાર ડ્રગ્સ માફિયાઓને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે 176 ગ્રામ MD ડ્રગ્સ સાથે ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત MD ડ્રગ્સ (Surendranagar) ઝપાયું છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે 17 લાખના ડ્રગ્સ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ જિલ્લામાં પહેલીવાર એમડી ડ્રગ્સ ઝડપાયું છે. જિલ્લા પોલીસે મોટી કાર્યવાહી કરી લાખોના ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓને દબોચી લીધા છે.

Surendranagar Police ને મળી હતી બાતમી

મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ગોકુળ હોટલ નજીક પોલીસે કાર્યવાહી કરી હતી અને ડ્રગ્સનો લાખોનો મુદ્દામાલ મળી આવ્યો હતો. સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચને 17 લાખનું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. સાથે જ ત્રણ લોકોને અટકાયત પણ કરવામાં આવી છે. હાલ પોલીસ ઝડપાયેલા તમામ આરોપીઓને કડકપણે પૂછપરછ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચ ઝડપાયેલા આરોપીઓની તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે, આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું?

છેલ્લા 24 કલાકમાં બીજી ઘટના…

31 મે ના રોજ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીક MD ડ્રગ્સ સાથે એક યુવક ઝડપાયો હતો. જાણવા મળ્યું છે કે જામનગરનો મોહસીન સાટી ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. SOG ની ટીમે 17 કિલો ના એમડી ડ્રગ્સ સાથે રંગ્યા ઝડપી પાડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *